અમદાવાદ- ગુજરાતમાં 21 દિવસનું લૉક ડાઉન થયું, જેને કારણે ઉદ્યોગધંધા, ફેકટરીઓ, વાહનો બધું જ સદતર બંધ થઈ ગયું છે. રોડ સાવ ખાલી છે, બધું જ સૂમસામ થઈ ગયું છે. માત્ર જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની હેરફેર જ ચાલુ છે. આમ ઉદ્યોગધંધા અને વાહનો બંધ થઈ જતાં અમદાવાદમાં પ્રદૂષણની માત્રા ઝીરો થઈ ગઈ છે. હાલ ચોખ્ખો ઓક્સિજન મળી રહ્યો છે, ચોખ્ખી હવા લેવાના દિવસો છે, ત્યારે કોરોના વાયરસને કારણે અમદાવાદવાસીઓને માસ્ક પહેરવાની ફરજ પડી રહી છે.
‘લૉકડાઉન’માં ખીલ્યાં ફૂલ, ઝાડ લીલાછમ થયાં… જૂઓ વિડીયો - કોરોના વાયરસ
ગુજરાતમાં કોરોનાના દિનપ્રતિદિન કેસો વધી રહ્યાં છે. અને પોઝિટિવ કેસોની સંખ્યા 500ને પાર થઈ ગઈ છે. 21 દિવસના લૉક ડાઉન દરમિયાન ગુજરાતમાં પ્રદૂષણ ઝીરો લેવલ પર આવી ગયું છે, તેને કારણે સમગ્ર ગુજરાતમાં ગ્રીનરી છવાઈ ગઈ છે. જૂઓ વિશેષ અહેવાલ
પ્રદૂષણ ઝીરો લેવલ પર હોવાથી અમદાવાદમાં રસ્તાની વચ્ચે અને રોડની આજુબાજુ વાવેલા છોડ અને ઝાડ વધુ ગ્રીન થયાં છે. પ્રદૂષણ નહી હોવાને કારણે ગ્રીનરી વધુ છવાઈ ગઈ છે. છોડ હોય કે ઝાડ તેના લીલા પાંદડાં હાસ્ય રેલાવી રહ્યાં છે, અને કહી રહ્યાં છે કે પ્રદુષણને કારણે જ અમે મૂરઝાયેલાં રહીએ છીએ. વૃક્ષો વધુ ઝડપથી ફૂલ્યાંફાલ્યાં છે, અને નવો પ્રાણ મળ્યો હોય તેમ લીલાછમ દેખાઈ રહ્યાં છે.. કેટલાક છોડ પર તો નવા ફૂલો આવ્યાં છે. આવી ગ્રીનરી સામાન્ય રીતે ચોમાસામાં જોવા મળતી હોય છે. પણ હાલ ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે, ત્યારે અમદાવાદની ગ્રીનરી જોઈને બોલાઈ જાય કે શું અમદાવાદમાં ગ્રીનરી છે… વાહ...