અમદાવાદઃ કોરોના વાઇરસના કારણે અપાયેલા લોકડાઉન દરમિયાન અને ત્યારબાદના સંક્રમણ કાળમાં લોહીની અછત છે. ત્યારે આવા સમયે લોહી એકત્રિત કરવું એ મોટો પડકાર છે. પરંતુ તેમ છતાંય જરૂરિયાતમંદોને લોહી મળી રહે તે માટેના પ્રયત્નો અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા સતત થતા રહે છે. આવો જ એક કાર્યક્રમ અમદાવાદના અંકુર વિસ્તારમાં આવેલા કામેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાઈ હતો. જેમાં ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા રેડક્રોસ સોસાયટી અને કામેશ્વર મહાદેવ ટ્રસ્ટના સહયોગથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદઃ રેડક્રોસના સહયોગથી ગુરૂકૃપા ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન - બ્લડ ડોનેશન કેમ્પ
કોરોના વાઇરસના કારણે અપાયેલા લોકડાઉન દરમિયાન અને ત્યારબાદના સંક્રમણ કાળમાં લોહીની અછત છે. ત્યારે આવા સમયે લોહી એકત્રિત કરવું એ મોટો પડકાર છે. પરંતુ તેમ છતાંય જરૂરિયાતમંદોને લોહી મળી રહે તે માટેના પ્રયત્નો અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા સતત થતા રહે છે.
Ahmedabad News
ગુરુકૃપા ફાઉન્ડેશન દ્વારા વર્ષમાં ચાર વાર એટલે કે, દર ત્રણ મહીને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ ઉપરાંત દર શનિવાર અને રવિવારે જરૂરિયાત મંદ વ્યક્તિઓને મદદ તેમજ જીવદયાના કાર્યો પણ કરવામાં આવે છે. રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા તેમને એક ટ્રોલી બેગ, માસ્ક અને સેનેટાઈઝરની બોટલ આપવામાં આવી હતી.