અમદાવાદ: શહેરમાં તહેવારનું પર્વ પારિવારિક આનંદ ઉત્સવનું બની રહેતું હોય ત્યારે સૌ કોઇની ઇચ્છા હોય કે પોતાના લોકોની વચ્ચે મોજથી તહેવાર ઉજવે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે આનંદ ઉત્સવને એવા લોકો સાથે વહેંચે છે કે જેઓને તેમની સખ્ત જરુર હોય. આપને ખ્યાલ હશે કે થેલેસેમિક દર્દીઓ( Ahmedabad thalassemic children )માટે લોહી મેળવવું આ કોરોના કાળમાંખૂબ મુશ્કેલ બની રહ્યું છે. તંત્ર દ્વારા એટલે જ અપીલ કરવામાં આવતી રહેતી હોય છે રક્તદાન માટે આગળ આવો. આ સંજોગોમાં અમદાવાદ જેવા મહાનગરમાં ઉત્તરાયણના તહેવારમાં થેલેસેમિક બાળદર્દીઓ માટે વિશેષ રક્તદાન શિબિર (Blood donation camp for thalassemic children )સીટીએમ સ્થિત શ્રી માં મહાદેવી સેવા ચેરિટેબલ ટ્ર્સ્ટના ઉપક્રમે યોજવામાં આવી હતી. સંસ્થાના સેક્રેટરી અજયભાઈ રાવલ અને હરિ ઓમ પરિવારના સભ્યો દ્વારા આ પુણ્યકાર્ય કરવામાં આવ્યું હતું.
સિવિલમાં મોટી સંખ્યામાં થેલેસેમિક બાળદર્દીઓ
થેલેસેમિક બાળકો માટે યોજાયેલા આ રક્તદાન કેમ્પ માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલના(Civil Hospital, Ahmedabad ) તંત્રનું પણ ખાસ યોગદાન રહ્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આખા દેશમાંથી થેલેસેમિક બાળ દર્દીઓ આવતાં હોય છે ત્યારે તેઓને નિયમિત અંતરે રક્ત ચડાવવાની મોટી જરુર પડતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં નિઃશુ્લ્ક રક્ત પૂરું પાડવામાં આવે છે તે સૌ જાણે છે. ત્યારે કોરોના કાળમાં થેલેસેમિક બાળકો માટે રકત પુરવઠો મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. એવામાં સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિક બાળકો માટે વર્ષોથી કામ કરતી સંસ્થા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવતાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ રાકેશ જોશી, સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકના નિધિ બહેન ભટનાગર તથા નર્સિંગ અધિક્ષક બી. કે. પ્રજાપતિ પણ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા બ્લડ બેંકના તબીબી કર્મચારીઓ સાથે આવીને શિબિરનો શુભારંભ કરાવ્યો હતો.
એક વ્યકિતના લોહીમાંથી પ્લાઝમા સહિત ત્રણ કોમ્પોનન્ટ ઉપયોગમાં આવી શકે
રક્તદાન માટે આ સંસ્થા વર્ષોથી નિઃશુલ્ક રક્તદાન શિબિર એટલા માટે યોજે છે કે ઉત્તરાયણના દિવસોમાં દાનનું ખૂબ જ મહત્ત્વ છે ત્યારે જીવનની મોટી પીડા સહન કરી રહેલાં ભૂલકાંઓને માટે પોતાના લોહીનું સિંચન જીવાડવા માટે કામમાં આવે તો તેવું દાન ઉત્તમોત્તમ માનીને સમગ્ર હરિ ઓમ શ્રી પરિવારના સૌ સભ્યો રક્તદાન માટે કાર્યક્રમ સ્થળ એઆઈટી કોલેજ ઓફ એન્જીનિયરિંગ ખાતે ઉપસ્થિત રહ્યાં હતાં. કોરોના ગાઈડલાઇનના પાલન સાથે કુલ 58 લોકોને તબીબી ટીમ દ્વારા રક્તનું માપન કરી અધિકૃત કરાયાં બાદ રક્તદાન સ્વીકારવામાં આવ્યું હતું. જેમાં એક વ્યક્તિના લોહીમાંથી ત્રણ કોમ્પોનન્ટનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં પ્લાઝમાંનો પણ સમાવેશ થાય છે.
અપેક્ષા વિના લોહીસિંચનની સેવાઃ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ