આ ઘટનામાં એક મહિલા ઇજાગ્રસ્ત થઈ છે. જેને સારવાર અર્થ એલજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે. મહત્ત્વની વાત છે કે, ફોગીંગની કામગીરી દરમિયાન જ ઘટના બનતા કર્મચારીઓ ફરાર થઈ ગયા છે.
AMCના મેલેરિયા વિભાગના ફોગીંગ મશીનમાં થયો બ્લાસ્ટ, એક મહિલા ઇજાગ્રસ્ત - એલજી હોસ્પિટલ
અમદાવાદઃ લાભ પાંચમના દીવસે જ અમરાઈવાડીના નાગરવેલ હનુમાન વિસ્તારમાં એક ઘટના સર્જાઈ છે. જેમાં AMCના મલેરિયા વિભાગના ફોગીંગ મશીનમાં બ્લાસ્ટ થયો છે.
AMC મેલેરિયા વિભાગના ફોગીંગ મશીનમાં થયો બ્લાસ્ટ, એક મહિલા ઇજાગ્રસ્ત
સ્થાનિક કોંગ્રેસ કોર્પોરેટરના AMC અધિકારીઓ પર બેદરકારીના આરોપ લગાવ્યા છે. કોર્પોરેટર જગદીશ રાઠોડના જણવ્યા પ્રમાણે તાલીમ વગર કોન્ટ્રાકટના કર્મચારીઓને મોકલી દેવાય છે અને કામગીરીના ખોટા આંકડા બતાવવા આડેધડ પ્રક્રિયા કરાય છે. જેથી આ મોટી ઘટના બની હોવાનુ જાણવા મળ્યુ છે.