આ સાથે જ આશ્ચર્યની વાત તો એ છે કે, મણીનગર જશોદાનગર પાસેથી પસાર થતી કેનાલમાં કાળું પાણી વહી રહ્યું છે. ત્યારે આ પાણીની શુદ્ધતા કેટલી હશે? તે માપવા માટે કોન્ટ્રાક્ટરના બે માણસો આવ્યા હતા. જેમણે પાણીની બોટલ કાળા પાણીમાં નાખી અને પાણી ઉપર ખેંચ્યું હતું અને તે પાણી શુદ્ધ બોટલમાં ભરતાં નજરે ચઢ્યા હતાં. આ સમય દરમિયાન એક બાજુમાં અધિકારીઓ પાણી ખેંચી રહ્યા હતા, ત્યારે બીજી તરફ ETVના રિપોર્ટર તેનું લાઇવ શૂટિંગ કરી રહ્યાં હતા.
અમદાવાદમાં પર્યાવરણના દિવસે કાળા પાણીની કરાઈ તપાસ - investigation
અમદાવાદ: વિશ્વ પર્યાવરણ દિવસની સમગ્ર વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે આ સંદર્ભે અલગ-અલગ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વૃક્ષારોપણ, પર્યાવરણ બચાવવા માટે પેઇન્ટિંગ તેમજ નૃત્યનાટિકા જેવા પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા.
અમદાવાદમાં પર્યાવરણના દિવસે કાળા પાણીની કરાઈ તપાસ
આ સમગ્ર ઘટના જ્યારે રેકોર્ડ થઈ રહી હતી તેવામાં તેમની નજર પડતા સામે છેડેથી જ્યારે ETV વાતચીત કરવા આવે છે, તેમ જણાતા તેઓ બાઇક પર સવાર થઈને કોઈપણ પ્રકારના ઉત્તર આપ્યા વગર ભાગી છુટ્યા હતા.