લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એનડીએને સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. અને નવી દિલ્હીમાં સ્પષ્ટ બહુમતીવાળી સરકાર આવી છે, જેને શેરબજારે તેજી સાથે વધામણા આપ્યા હતા. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 40,000ની સપાટી કૂદાવી ગયો હતો, અને નિફટી 12,000ની સપાટી કૂદાવી ગયો હતો. અમદાવાદ શેરબજારના શેરદલાલોએ માર્કેટમાં ટ્રેડિંગ સેશન બંધ થયું પછી ભેગા થઈને કેક કાપીને ઉજવણી કરી હતી. ફટાકડા પણ ફોડ્યા હતા.
ભાજપની જીતના વધામણા, અમદાવાદ સ્ટોક એક્સચેન્જમાં કેક કાપીને કરાઈ ઉજવણી - bjp
અમદાવાદઃ લોકસભાની ચૂંટણીના પરિણામોમાં કેન્દ્રમાં મોદી સરકારને સ્પષ્ટ બહુમતી મળી છે, જે સમાચાર પછી અમદાવાદ સ્ટોક એક્સચેન્જના શેરદલાલોએ કેક કાપીને સેલીબ્રેશન કર્યું હતું.
ભાજપની જીતના વધામણાઃ અમદાવાદ સ્ટોક એક્સચેન્જમાં કેક કાપીને કરાઈ ઉજવણી
અગ્રણી શેરદલાલોએ કહ્યું હતું કે નવી દિલ્હીમાં સ્પષ્ટ બહુમતીવાળી સરકાર આવી છે, જેથી દેશ વધુ આર્થિક વિકાસ કરી શકશે, અને વિદેશી નવું વધુ મૂડીરોકાણ ભારતમાં આવશે. ભારત તરફ નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાશે.
Last Updated : May 23, 2019, 6:42 PM IST