અમદાવાદઃ ખાનગી લેબમાં કોરોના વાયરસના પરિક્ષણને લઈને રાજ્ય સરકારના તઘલખી નિર્ણયોને મીડિયા દ્વારા વખોડવામાં આવતા, સત્તાધારી પક્ષના યુવા મોરચાના નેતા ઋત્વિજ પટેલને ખોટું લાગી આવ્યું હતું.
ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલના મીડિયા વિરુદ્ધ કરાયેલા ટ્વિટથી ભાજપનું પણ દિલ દુભાયું: ભરત પંડ્યા - ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી
ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ ડો.ઋત્વિજ પટેલ અવાર નવાર વિવાદોમાં સંપડાયેલા રહે છે. આ વખતે તેમને નવો વિવાદ છેડ્યો છે.ઋત્વિજ પટેલે 25 મેના રોજ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે મીડિયા વિશે અપમાનજનક નિવેદન લખતા ગુજરાતનું મીડિયા જગત રોષે ભરાયું હતું.
![ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલના મીડિયા વિરુદ્ધ કરાયેલા ટ્વિટથી ભાજપનું પણ દિલ દુભાયું: ભરત પંડ્યા ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ દ્વારા મીડિયા વિરુદ્ધ કરાયેલી ટ્વિટથી ભાજપનું દિલ પણ દુભાયું : ભરત પંડ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7355491-thumbnail-3x2-am.jpg)
ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ દ્વારા મીડિયા વિરુદ્ધ કરાયેલી ટ્વિટથી ભાજપનું દિલ પણ દુભાયું : ભરત પંડ્યા
જેથી તેમને 25 મે ના રોજ સાંજે મીડિયા વિરુદ્ધ અશોભનીય ટ્વિટ કરી હતી. પરંતુ મીડિયા જગતમાં આક્રોશ વ્યાપતા તે ટ્વિટ તેમને ડીલીટ કરવી પડી હતી. અને બીજી એક ટ્વિટ દ્વારા માફી માગી હતી. તો આ મુદ્દે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, આ મુદ્દાની નોંધ લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ ઋત્વિજ પટેલ સાથે વાત કરી હતી.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ વાતની ગંભીર નોંધ લીધી હતી. જીતુ વાઘાણીએ ભાજપ સોશિયલ મીડિયા સેલને કોઈપણ સામગ્રી સોશિયલ મીડિયામાં મુકતા પહેલા તાકીદ રાખવા જણાવ્યું છે.
ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ દ્વારા મીડિયા વિરુદ્ધ કરાયેલી ટ્વિટથી ભાજપનું દિલ પણ દુભાયું : ભરત પંડ્યા