ગુજરાત

gujarat

ETV Bharat / state

Khel Mahakumbh Organized by BJP : ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ ખેલ મહાકુંભના માધ્યમથી યુવાનોને જોડવાનો કરશે પ્રયાસ - Khel Mahakumbh Organized by BJP

આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ યુવા મોરચાએ ખેલ મહાકુંભમાં (Khel Mahakumbh) મોટી સંખ્યામાં યુવાઓને હાજર રાખવાનું આયોજન કર્યું છે. ચૂંટણી સુધી યુવાઓ સાથે મુલાકાત કરી ભાજપમાં (Khel Mahakumbh Organized by BJP) જોડવા યુવા મોરચો પ્રયાસ કરશે.

Khel Mahakumbh Organized by BJP : ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ ખેલ મહાકુંભ દ્વારા યુવાઓને જોડવાનો કરશે પ્રયાસ
Khel Mahakumbh Organized by BJP : ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ ખેલ મહાકુંભ દ્વારા યુવાઓને જોડવાનો કરશે પ્રયાસ

By

Published : Mar 7, 2022, 8:59 AM IST

Kઅમદાવાદ : આગામી સપ્તાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત (PM Narendra Modi visits Gujarat) પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે યુવા મોરચાએ ખેલ મહાકુંભમાં મોટી સંખ્યામાં યુવાઓને (Khel Mahakumbh Organized by BJP) હાજર રાખવાનું આયોજન કર્યું છે. જેને લઇને ભાજપ પ્રદેશ યુવા મોરચાની બેઠક મળી હતી.

ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપ ખેલ મહાકુંભ દ્વારા યુવાઓને જોડવાનો કરશે પ્રયાસ

હોદ્દેદારોને યુવાઓ એકત્રિત કરવા જવાબદારી સોંપાઈ

આગામી 11 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રદેશ ભાજપમાં હોદ્દેદારો અલગ-અલગ સ્તરે બેઠકનું આયોજન કરી રહ્યા છે. ત્યારે પ્રદેશ ભાજપના યુવા મોરચાની બેઠક (Meeting of BJP's youth front) મળી હતી. જેમાં હોદ્દેદારોની જવાબદારી સોંપવામાં આવી હતી. આગામી 12 તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન (2022 of Khel Mahakumbh) કરશે. જેમાં મોટી સંખ્યામાં યુવાઓ હાજર રહે તેના માટે આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો :Gujarat Cabinet Meeting : અધૂરા પ્રોજેક્ટ પૂર્ણ કરવા અને બજેટમાં પ્રજાલક્ષી જોગવાઈઓ કરવાની સૂચના

ગ્રામીણ વિસ્તારોમાં યુવા મૉરચો જશે

ગ્રામીણ વિસ્તારોમાં ફરીને યુવા મોરચો દરેક ગામના સરપંચ, ઉપસરપંચ અને સભ્યો સાથે મુલાકાત કરી તેમનું સન્માન કરશે. ગ્રામીણ યુવાનોને ભાજપમાં જોડાવા પ્રોત્સાહિત કરશે. નવા મતદારો સાથે મુલાકાત કરી તેમને ભાજપમાં જોડાવવા માટે કહેવામાં આવશે. સ્વચ્છતા અભિયાન અંતર્ગત યુવા મોરચો કર્યક્રમ આપશે. શહીદ દિન નિમિત્તે શહીદ સપ્તાહની ઉજવણી કરશે. આમ ચૂંટણી સુધી યુવાઓ સાથે મુલાકાત (BJP's Preparations for the Elections) કરી ભાજપમાં જોડવા યુવા મૉરચો પ્રયાસ કરશે.

આ પણ વાંચો :Khel Mahakumbh 2022 : ખેલ મહાકુંભ તમામ ખેલાડીઓ માટે દિવાળીનો તહેવાર છે: હર્ષ સંઘવી

યુવા મોરચામાં જોડાવું એટલે ભવિષ્યના નેતૃત્વનું ઘડતર થવું

આગામી સમયમાં ચૂંટણી (Gujarat Assembly Election) આવી રહી છે. તેને લઈને પ્રશાંત કોરાટ કહી રહ્યા છે કે, સારા કાર્યકર્તાઓ હોય તેનું પાર્ટી ધ્યાન રાખે છે અને ચૂંટણી લડવા માટે પ્રોત્સાહિત પણ કરે છે. યુવા મોરચામાં જોડાવું એટલે પાર્ટીમાં યુવાઓના ઘડતરનો સમય હોય છે.

ABOUT THE AUTHOR

...view details