ગુજરાત

gujarat

ETV Bharat / state

CM રુપાણીએ લોકડાઉન-4 માં આપેલી છૂટછાટને ભાજપ આવકારી - ગુજરાતમાં કોરોના વાઇરસના લક્ષણો

કેન્દ્ર સરકારે કોરોના વાઇરસના કારણે લોકડાઉન- 4 જાહેર કર્યું છે, પરંતુ તેનો અમલ કેવી રીતે કરવો અને આર્થિક પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલુ કરવી તેની સંપૂર્ણ છૂટ રાજ્ય સરકારોની આપી છે, ત્યારે ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે લોકડાઉન-4 માટે જે નિયમો જાહેર કર્યા છે. તેને ભાજપ દ્વારા આવકારવામાં આવ્યાં હતાં.

etv bharat
મુખ્યમંત્રી વિજય રુપાણીએ લોકડાઉન-4 માં આપેલ છૂટછાટને ભાજપ આવકારે છે.-ભરત પંડયા

By

Published : May 18, 2020, 10:23 PM IST

અમદાવાદ: ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ લોકડાઉન-4માં આપેલ છૂટછાટને આવકારતાં જણાવ્યું હતું કે, સરકારની સક્રિયતા, સહાય, જનહિતનાં પગલાંઓ, નિર્ણયો, લોકડાઉન-4માં છૂટછાટ અને જનતાની સાવચેતીથી કોરોના સામેની લડાઈમાં ગુજરાત જીતશે તેવો વિશ્વાસ છે.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ લોકડાઉન-4 માં આપેલ છૂટછાટને ભાજપ આવકારે છે.-ભરત પંડયા

ભરત પંડયાએ જણાવ્યું હતું કે, સરકારે એકબાજુ જાન હૈ તો જહાન હૈ ના મંત્રને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન અને નિયમોનું પાલન કરવાં હાર્દિક અપીલ કરે છે અને બીજી બાજુ લોકોનાં કામકાજ , રોજગાર ચાલુ રહે તેની ચિંતા કરી છે. હવે સરકારે છૂટછાટ આપી છે, ત્યારે આપણાં સહુની અનિવાર્ય ફરજ છે કે SMSનું પાલન કરવું

S- સોંશિયલ ડીસ્ટન્સ રાખવું.

M- માસ્ક પહેરવું.

S- સેનેટાઈઝરનો વારંવાર ઉપયોગ કરવો.

સાવધાની રાખજો, સાવચેતી રાખજો, સરકારે લોકડાઉનમાં છૂટછાટ આપી છે, કોરોનાએ નહીં...

ABOUT THE AUTHOR

...view details