અમદાવાદઃ ગુજરાત ભાજપ દ્વારા આપ અને કેજરીવાલ સરકારને અનુલક્ષીને કરવામાં આવેલ એક ટ્વીટ ( BJP VS AAP Twitter War)બાદ રાજકારણ ગરમાયુ છે. જેને લઈ હવે ભાજપ અને આપ વચ્ચે ટ્વીટર વોર શરૂ થઈ હતી. જો કે હવે AAP પાર્ટીના શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણ પ્રધાન(Education Minister Jitu Waghan) સહિત ભાજપના તમામ નેતાઓને દિલ્હીની તમામ સરકારી શાળા જોવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું છે.
ભાજપ અને આપ વચ્ચે ટ્વિટર વોર -આમ આદમી પાર્ટી દ્વારા (Aam Aadmi Party )આજે આપ નેતા ઇસુદાન ગઢવી, પ્રમુખ ગોપાલ ઇટાલિયા ઉપસ્થિત હતાં. પત્રકાર પરિષદમાં શિક્ષણ સહિત અન્ય કેટલીક બાબતોને લઇ સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભાજપઅને આમ આદમી પાર્ટી વચ્ચે ટ્વિટર વોર ચાલી રહ્યું છે. જેમાં ભાજપના (Bharatiya Janata Party)ટ્વીટર હેન્ડલ પરથી આપ અને કેજરીવાલનો વિરોધ થયો હતો. જેનો વળતો જવાબ આપવા દિલ્લીના શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયા તેને પોઝિટિવ રીતે લઈ ગુજરાતના શિક્ષણ પ્રધાનને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. જેમાં તેમણે ઓપન ડિબેટ કરવા ગુજરાતના શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીને જણાવ્યું હતું. જે ડિબેટમાં દિલ્લી અને ગુજરાતની જનતાને જાણવા મળે બન્ને સરકાર શું કરવા માંગે છે.
જીતુ વાઘાણીએ પડકાર સ્વીકાર્યો નહીં -AAPના પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું કે શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ પડકાર સ્વીકાર્યો નહિ. અરવિંદ કેજરીવાલે દિલ્લીમાં શિક્ષણ અને શાળાના માધ્યમથી (Education system in Delhi)લોકોને ઘડવા છે ત્યારે હજુ પણ અમે ચર્ચાને આગળ વધારવા તૈયાર છે. તો બીજી તરફ ભાજપના તમામ પ્રધાનો અને તમામ લોકોને ખાનગી અને જાહેરમાં એમ બન્ને રીતે આમંત્રણ આપી રહ્યા છીએ. આવો તમામ લોકોને દિલ્લીની શાળા અને સરકારી સ્કૂલો બતાવવા આપ તૈયાર છે. આ દિલ્હીના શિક્ષણ પ્રધાન મનીષ સીસોદીયાએ જાહેર આમંત્રણ આપ્યું છે. જેમાં ભાજપને તમામ પ્રોટોકોલ સાથે દિલ્હીની સરકારી શાળા અને તે પણ ભાજપ કહે તે સરકારી શાળા બતાવવા માટે આમંત્રણ પાઠવ્યું છે.
આ પણ વાંચોઃAAP Workers Join BJP : કમલમમાં 'આપ' ના હજારો કાર્યકરોએ કેસરી ટોપી પહેરી