ગાંધીનગર: ભાજપના પ્રદેશ કાર્યલય કમલમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં કાર્યકરોએ કરેલા કાર્યોને લઇને ઇ-બુક લોન્ચ કરવામાં આવી હતી. વિધાનસભાની છેલ્લી બે ચૂંટણીઓ દરમિયાન હારેલા ધારાસભ્યની મિટિંગ બોલાવવામાં આવી હતી.
આ મિટિંગમાં હારના કારણોને શોધવામાં આવ્યા હતા અને તેની પર કામ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં દરેક ઉમેદવારોને નવેસરથી અને વધુ જોશ સાથે કાર્ય કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું. સી.આર.પાટીલે કહ્યું કે, કાર્યકરોને ટિકિટ મેળવવા કામ કરવું પડશે. તેમણે વધુમાં કહ્યું કે, ભાજપને આળસ પોષાય તેમ નથી.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ ઉત્તર ગુજરાતના પ્રવાસે જવા રવાના બીજી તરફ આવતીકાલે ગુરુવારથી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો ત્રણ દિવસનો ઉત્તર ગુજરાતનો પ્રવાસ શરૂ થઇ રહ્યો છે. જેમાં તેઓ ક્રમ પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર ,સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓનો પ્રવાસ કરશે. જેમાં તેઓ બે પ્રકારની બેઠકો યોજશે. જેમાં પાર્ટીની બેઠકો અને સાથે સાથે સામાજિક અને ધાર્મિક અગ્રણીઓ સાથે બેઠક યોજશે. બનાસકાંઠા જિલ્લામાં રક્તદાનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પાટણમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સિદ્ધરાજ જયસિંહના કુળદેવી વીર માયાની ટેકરીએ જઈને દર્શન કરશે. પાટણની પ્રખ્યાત વર્લ્ડ હેરિટેજ રાણકી વાવની પણ મુલાકાત લેશે. આગામી સમયમાં તેઓ કચ્છ જિલ્લાનો પ્રવાસ પણ કરશે, તેવું ભાજપના પ્રદેશ મહામંત્રી કે.સી પટેલે જણાવ્યું હતું. હાલ સી.આર.પાટીલ બનાસકાંઠા જવા રવાના થયા છે.