- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાઈ બેઠકો
- ભાજપ હોદ્દેદારો, યુવામોરચા અને જિલ્લાના ચૂંટણી ઇન્ચાર્જની યોજાઈ બેઠકો
- ચૂંટણી ઇન્ચાર્જની બેઠકમાં મુખ્યપ્રધાને આપી હાજર
અમદાવાદઃ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભારતીય જનતા પાર્ટી સૌથી વધુ સક્રિય છે. ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. 29 ડિસેમ્બરના રોજ કુલ 3 બેઠકો યોજાઈ છે.
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ચૂંટણીને લઇને બેઠકોનો ધમધમાટ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ યુવા મોરચાની બેઠક યોજાઇ
ભાજપ પ્રદેશના હોદ્દેદારો અને મુખ્ય અગ્રણીઓની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપ પ્રદેશ યુવા મોરચાની બેઠક પણ યોજાઇ હતી.
દરેક જિલ્લાના 5 સભ્યોએ બેઠકમાં ભાગ લીધો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના ઇન્ચાર્જની બેઠક યોજાઇ હતી. જેમાં એક સરકાર અને એક સંગઠનના હોદ્દેદારોમાંથી ઇન્ચાર્જની નિમણૂક કરવામાં આવે છે. તે ઉપરાંત જિલ્લા સંગઠન દ્વારા નિયુક્ત કરાયેલા બે ચૂંટણી ઇન્ચાર્જ અને એક જિલ્લા અધ્યક્ષ એમ એક જિલ્લા દીઠ 5 વ્યક્તિઓએ બેઠકમાં ભાગ લીધો હતો.
ભાજપના કાર્યક્રમ નક્કી કરવામાં આવશે
ભાજપ દ્વારા યોજાયેલી બેઠકોમાં મુખ્ય કામગીરી પાછલા દિવસોમાં થઇ હતી ભાજપ દ્વારા યોજાયેલા 'સુશાસન દિવસ', વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, તમામ જિલ્લામાં યોજાયેલી બૃહદ સંકલનની બેઠક અંગે ચર્ચા અને કાર્યક્રમોની કામગીરીનું રીવ્યુ અને જવાબદારી તેમજ કાર્યોનું રિપોર્ટિંગ થશે. આ ઉપરાંત આવનારા સમયમાં જે મહત્વના દિવસો આવી રહ્યા છે, તેમાં ભાજપના કાર્યક્રમ નક્કી કરવામાં આવશે.
ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ચૂંટણીને લઇને બેઠકોનો ધમધમાટ ચાર ઝોનની બેઠક યોજાઇ
ભાજપે ગુજરાતને 4 ઝોનમાં વહેંચીને આ બેઠક બોલાવી છે. જેમાં બેઠકના પ્રથમ શેસનમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ સાથે બેઠક થઈ અને બીજા સેશનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લા ચૂંટણી ઇન્ચાર્જ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.