ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપના રાષ્ટ્રીય અને સ્થાનિક નેતાઓ રાજ્યભરમાં ગજવશે સભા, આજે કયા નેતાનો ક્યાં કાર્યક્રમ જૂઓ - CM Bhupendra Patel

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચાર (Gujarat Election 2022) માટે હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ફરી એક વાર આજે ગુજરાતભરમાં સભાઓ ગજવશે ને લોકો વચ્ચે જઈને પ્રચાર (BJP Star Campaigners Public Meeting for Gujarat) કરશે. તો આજે કયા નેતા ગુજરાત આવી રહ્યા છે જોઈએ.

ભાજપના રાષ્ટ્રીય અને સ્થાનિક નેતાઓ રાજ્યભરમાં ગજવશે સભા, આજે કયા નેતાનો ક્યાં કાર્યક્રમ જૂઓ
ભાજપના રાષ્ટ્રીય અને સ્થાનિક નેતાઓ રાજ્યભરમાં ગજવશે સભા, આજે કયા નેતાનો ક્યાં કાર્યક્રમ જૂઓ

By

Published : Nov 26, 2022, 11:11 AM IST

અમદાવાદવિધાનસભાની ચૂંટણીને (Gujarat Election 2022) ગણતરીના દિવસો બાકી છે. તેવામાંય પ્રચાર માટે તો એનાથી પણ ઓછા દિવસ બાકી છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ફોજ આજે ફરી એક વાર ગુજરાતમાં સભાઓ ગજવશે. તો કયા નેતા ક્યાં સભા સંબોધી (BJP Star Campaigners Public Meeting for Gujarat) પ્રચાર કરશે આવો જાણીએ.

અમિત શાહના કાર્યક્રમકેન્દ્રિય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહ (Amit Shah Home Minister) આજે રાજ્યભરમાં 5 જગ્યાએ જાહેરસભા સંબોધશે. તેઓ અમરેલીના જાફરાબાદમાં સવારે 11 વાગ્યે, બપોરે 1 વાગ્યે ભાવનગર, 2.30 વાગ્યે ભાવનગર, સાંજે 5.30 વાગ્યે વડોદરાના નિઝામપુરામાં અને રાત્રે 8 વાગ્યે અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં જાહેરસભા સંબોધશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના કાર્યક્રમભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા (JP Nadda BJP National President) આજે સાબરકાંઠાના પ્રવાસે છે. અહીં તેઓ હિંમતનગરમાં બપોરે 4 વાગ્યે આંબેડકર સર્કલથી રોડ શૉ કરશે.

UPના CMઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (UP CM Yogi Adityanath) આજે 2 જગ્યાએ જાહેર સભા અને રોડ શૉ કરશે. તેઓ સવારે 10.30 વાગ્યે ગીરસોમનાથમાં ટાવર ચોક ખાતે, બપોરે 12.30 વાગ્યે ભાવનગરમાં વાલમ જળ અભિયાન ગ્રાઉન્ડ ખાતે અને બપોરે 2 વાગ્યે અમરેલીમાં વ્યાયામ મંદિર ખાતે જાહેરસભા સંબોધશે.

કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલાના કાર્યક્રમકેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલા (Parshottam Rupana Union Minister) અત્યારે ચૂંટણીના પ્રચાર માટે સમગ્ર રાજ્યમાં સભા ગજવતા જોવા મળી રહ્યા છે. ત્યારે આજે તેઓ કુલ 3 જાહેરસભા ગજવશે. તેઓ બપોરે 3 વાગ્યે પોરબંદરમાં મેળાનું ગ્રાઉન્ડ ખાતે, સાંજે 5 વાગ્યે રાજકોટમાં સરદાર પટેલ ચોક ખાતે અને સાંજે 7.30 વાગ્યે રાજકોટમાં રામ બંગલા સામે જાહેર સભા સંબોધશે.

કેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાનીકેન્દ્રિય પ્રધાન સ્મૃતિ ઈરાનીઆજે 3 જાહેર સભા (Smriti Irani Union Minister) સંબોધશે. તેઓ બપોરે 3 વાગ્યે ગીર સોમનાથમાં ગોંદરા ચોક ખાતે, જૂનાગઢમાં સત્યમ પાર્ટી પ્લોટ ખાતે અને રાયજી બાગ ખાતે જાહેરસભા સંબોધશે.

કેન્દ્રિય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના કાર્યક્રમકેન્દ્રિય પ્રધાન (Dharmendra Pradhan Union Minister) સવારે આણંદમાં પ્રબુદ્ધ નાગરિકો સાથે મુલાકાત કરશે. ત્યારબાદ સાંજે 5 વાગ્યે સુરતમાં પત્રકાર કોલોની ખાતે અને અમરોલી બ્રિજની બાજુમાં ઓરિસ્સા સમુદાયના લોકો સાથે મુલાકાત કરશે.

મુખ્યપ્રધાનનો કાર્યક્રમરાજ્યના મુખ્યપ્રધાન અને ઘાટલોડિયા બેઠક પર ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel ) આજે અમદાવાદના થલતેજ અને બોડકદેવ વોર્ડમાં બપોરે 3.30 વાગ્યે રોડ શૉ કરશે. આ રોડ શૉ ગુરૂકુળ રોડ પર સુભાષ ચોકથી શરૂ થશે.

ઈડરના ધારાસભ્યની સભાઈડર ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયા આજે 2 જાહેરસભા સંબોધશે. તેઓ અમદાવાદમાં ધોળકા ખાતે ભાજપ કાર્યાલય ખાતે સવારે અને ભાવનગરમાં નોઘાણવદર ખાતે બપોરે 4 વાગ્યે જાહેરસભા ગજવશે.

ભાજપના ઉપાધ્યક્ષભાજપના ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયા 2 જાહેરસભા સંબોધશે. તેઓ સાંજે 7 વાગ્યે સુરતમાં સુંદરમ્ ફાર્મ ખાતે અને ઈન્દિરાનગર ચોકડી ખાતે જાહેરસભા ગજવશે.

ABOUT THE AUTHOR

...view details