અમદાવાદઃ આજે સૌ પ્રથમ બોર્ડની પરંપરા પ્રમાણે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. જે 71.34 ટકા જેટલું રહ્યું છે. 44 વિદ્યાર્થીઓએ એ-વન ગ્રેડ મેળવ્યો છે. વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને આગળના પ્રોફેશનલ કોર્સમાં આગળ વધવા લાંબી પ્રોસેસ કરવી પડતી હોય છે.
ભાજપ પ્રવક્તા ભરત પંડયાએ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા - બોર્ડની પરીક્ષાનું આયોજન
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષાનું આયોજન 5 માર્ચથી લઈને 21 માર્ચ સુધી કરવામાં આવ્યું હતું. કોરોના વાઈરસના લોકડાઉનને કારણે ઉત્તરવહીઓની ચકાસણી મોડી થતા, પરીક્ષાનું પરિણામ મોડું જાહેર થયું છે.
ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બાદ સામન્ય પ્રવાહ અને ધોરણ-10નું પરિણામ પણ ટૂંક સમયમાં જાહેર થશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના આજના પરિણામ પર ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા વિદ્યાર્થીઓને શુભકામના આપી હતી. અને સાથે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શક્યા નથી. તેમની નાસીપાસ ન થવા અને વધુ મહેનત કરવાનો ઉત્સાહ પૂરો પાડ્યો હતો.
બોર્ડે જણાવ્યું છે કે, તમામ બોર્ડના વિધાર્થીઓની ઉતરવાહીઓનું મૂલ્યાંકન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે બાકી રહેલા ધોરણના વિધાર્થીઓનું પરિણામ પણ ટૂંક સમયમાં જાહેર થશે.