અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આજથી શરૂ થઈ ચૂકી છે આજથી શરૂ થતી આ પ્રક્રિયામાં ત્રણ દિવસ માટે નિરીક્ષકો દ્વારા તમામ મહાનગરોને જિલ્લાઓમાં સેન્સ લેવાની પ્રક્રિયા આજે શરૂ કરવી દેવામાં આવી છે. અમદાવાદની કુલ 21 વિધાનસભાની બેઠકો આવેલી છે જેમાં અમદાવાદ શહેરની 16માંથી 8 બેઠકો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ છે. અમદાવાદ માટે ભાજપના 6 ચૂંટણી નિરીક્ષકો ( 6 Election Observers of BJP for Ahmedabad ) એ પૂર્વ વિસ્તારમાં શાહીબાગ વિસ્તારના ઓસ્વાલ ભવન ખાતે અને પશ્ચિમ વિસ્તારમાં સાયન્સ સિટી આર કે રોયલ ખાતે સેન્સ લેવાઇ હતી.
પ્રદીપ પરમારે પણ દાવેદારી નોંધાવી અમદાવાદ શહેરની વિધાનસભાની 8 બેઠક સેન્સ (BJP sense process for 8 seats in Ahmedabad City ) માટે જે પ્રક્રિયા યોજાઈ હતી એમાં શાહીબાગ ખાતે ચાર બેઠકો યોજાઇ હતી. જેમાં નરોડા , અસારવા, દાણીલીમડા અને દરીયાપુર બેઠકો માટેી સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. અસારવા બેઠક ઉપર જે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી એમાં સૌથી વધારે અનુસૂચિત સમાજની સૌથી વધારે બાયોડેટા આવ્યા છે. તો પ્રદીપ પરમારે પણ દાવેદારી નોંધાવી છે તો તેની સાથે ડિબેટ ટીમના પ્રવક્તા, કન્વીનર નરેશ ચાવડા, અશોક સુતરીયા, પૂર્વ શહેર મહામંત્રી જગદીશ પરમાર અને હાલ શહેર અનુ. મોરચાના પ્રમુખ ભદ્રેશ મકવાણાએ અસારવા બેઠકથી દાવેદારી નોંધાવી હતી. અસારવા વિધાનસભા બેઠક માટે સૌથી વધુ લોકોએ પોતાની દાવેદારી નોંધાવી છે.
ભૂપેેન્દ્ર પટેલ સામે કોઇ નહીં બીજી બાજુ ઘાટલોડિયા વિધાનસભા બેઠક ( Ghatlodia seat of CM Bhupendra Patel ) ઉપરથી એકમાત્ર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ એક જ દાવેદાર છે અને તેમનું નામ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે. 2017માં ભૂપેન્દ્ર પટેલ પ્રચંડ બહુમતી ઘાટલોડિયા બેઠકો પરથી વિજયી બન્યાં હતાં. 2017માં ભૂપેન્દ્ર પટેલે પ્રથમ વખત ઘાટલોડીયાથી ચૂંટણી લડી હતી જેમાં તેમણે કોંગ્રેસના શશીકાંત પટેલને હરાવ્યાં હતાં. ભૂપેન્દ્ર પટેલ 1,17,750 મતથી જીત્યા હતાં જે સૌથી મોટું માર્જિન કહેવાય છે.