ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કર્યો ઇમરાન ખેડાવાલા પર બેદરકારીનો આક્ષેપ

ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે બાબત ચિંતાજનક છે અને સહાનુભૂતિને પાત્ર છે.

ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ ઇમરાન ખેડવાલા પર કર્યો બેદરકારીનો આક્ષેપ
ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ ઇમરાન ખેડવાલા પર કર્યો બેદરકારીનો આક્ષેપ

By

Published : Apr 15, 2020, 12:49 PM IST

Updated : Apr 15, 2020, 2:30 PM IST

અમદાવાદઃ ભરત પંડ્યાએ ઇમરાન ખેડાવાલા પર નિશાન સાધતા જણાવ્યું હતું કે, જયારે પોતે બિમાર હોય, કોરોના માટે ટેસ્ટ કરાવ્યો હોય અને માસ્ક નીચે રાખીને લોકોની વચ્ચે ફરવુંએ ગંભીર બેદરકારી જ ગણાય. ઈમરાનના પરિવારનું શું ? તેમનાં પાડોશીનું શું? તેઓ જેને જેને મળ્યાં હશે તેમનું શું? જે મીડિયાના મિત્રો કોરોના સામેની લડાઈમાં જનજાગૃતિ કરવાનું મહત્વનું કામ કરે છે, તેમને મળ્યાં હશે, તે મીડિયાના મિત્રો અને તેમના પરિવારનું શું? જે મુખ્યપ્રધાને અમદાવાદના કોટ વિસ્તારની ચિંતા કરીને મળવા બોલાવ્યા તેવા ગુજરાતના મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન, ગૃહ પ્રધાન, જેઓ ગુજરાતની 6 કરોડ જનતાની ચિંતા કરીને રાત-દિવસ કામ કરે છે. તેમનું શું?

ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ ઇમરાન ખેડવાલા પર કર્યો બેદરકારીનો આક્ષેપ
કોઈપણ વ્યક્તિ પોતે જો બિમાર હોય, કોરોના ટેસ્ટ કરાવ્યો હોય, એટલે કે શંકાસ્પદ કોરોના વખતે લોકોની વચ્ચે જઈને “સેવા" કરવીએ “કુસેવા “છે. અને તે કહેવાતી સેવાએ માનવજાત માટે “જોખમ” છે. આ વાત સહુએ યાદ રાખવી પડશે.
Last Updated : Apr 15, 2020, 2:30 PM IST

ABOUT THE AUTHOR

...view details