અમદાવાદ : સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલ સૌ હોદ્દેદારોને જરૂરી સંગઠનાત્મક માર્ગદર્શન અને જરૂરી સૂચનો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ કોરોના મહામારીની સંકટની ઘડીમાં ભાજપાના કાર્યકરોની સંગઠન શક્તિનો હકારાત્મક ઉપયોગ સોશ્યિલ ડિસ્ટન્સ જાળવીને જનસેવાના કાર્યમાં મહત્તમ રીતે થાય અને જરૂરતમંદો સુધી મદદ પહોંચે તે આપણે સૌ સુનિશ્ચિત કરીએ.
ભાજપ હોદ્દેદારોએ લોકડાઉનમાં વીડિયો કોન્ફરન્સથી કરી પક્ષની કામગીરીની સમીક્ષા - સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા
ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તથા પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાએ રાજયના 20 જિલ્લાના ભાજપા પ્રદેશ પદાધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કરી કોરોના મહામારી અંતર્ગત માર્ગદર્શન આપ્યું હતું.
![ભાજપ હોદ્દેદારોએ લોકડાઉનમાં વીડિયો કોન્ફરન્સથી કરી પક્ષની કામગીરીની સમીક્ષા ભાજપ હોદ્દેદારો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6831160-777-6831160-1587124069183.jpg)
ભાજપ હોદ્દેદારો
જીતુ વાઘાણીએ કોરોના વાઈરસના સંક્રમણના સમયમાં લોકોની મદદ કરવા બદલ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોની પ્રશંસા કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપના સભ્યો વડાપ્રધાનના કોરોના ફંડમાં દાન આપે, સતત સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે, આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરે. આ સાથે-સાથે જરૂરિયાતમંદોને ભોજન અને માસ્કનું વિતરણ કરે.