અમદાવાદરાજ્યમાં ભાજપ ભવ્ય વિજય મેળવીને (Gujarat Election winning) સાતમી વખત સરકાર બનાવવા જઈ રહી છે. આ વખતે ભાજપે સ્થાનિક મુદ્દાઓ પર વધુ ભાર આપ્યો હતો. વર્ષ 2014થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા ભાજપના મુખ્ય પ્રચારક (Key Campaigner of BJP PM Modi) રહ્યા છે. તેઓ ગમે તે રાજ્યમાં વર્ચ્યૂઅલ રીતે પાર્ટીનો પ્રચાર કરતા આવ્યા છે. કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પણ વડાપ્રધાનની સાથે પ્રચાર કરતા જોવા મળ્યા છે.
જાદુઈ આંકડા પર જઈને ઊભી રહી BJP આ વખતની ચૂંટણીમાં (Gujarat Election 2022) પણ મોદી અને શાહની જોડીએ કમાલ કરી દીધીને બેઠકનો આંકડો 156એ જઈને ઊભો રહ્યો હતો. આ વખતે ફરી એક વાર ભાજપ માટે પ્રતિષ્ઠાની લડાઈ હતી ને તેમાં તે જીતી જ છે. આ જીતે ભાજપ માટે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી (Lok Sabha 2024 Election) માટે રેડકાર્પેટ પાથરી દીધું છે.
મોદી શાહના પ્રચારની બહોળી અસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી (Gujarat Election 2022) પ્રચાર દરમિયાન 31 રેલીઓ કરી હતી. આ સાથે જ તેમણે અમદાવાદમાં 50 કિલોમીટર અને સુરતમાં 25 કિલોમીટરનો રોડ શૉ કરી લોકો સાથે જનસંપર્ક કર્યો હતો. આ તમામ બાબતોના કારણે તેમની આ ભવ્ય જીત થઈ છે. બીજી તરફ કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહે દરેક બૂથ સ્તરની ઝીણવટપૂર્વક માહિતી મેળવીને પ્લાનિંગ કર્યું હતું. આ બધાના કારણે ભાજપ ફરી સત્તા પર આવવામાં સફળ રહી છે. ને આના જ કારણે હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2024માં વડાપ્રધાન તરીકેની (Lok Sabha 2024 Election) ત્રીજી ટર્મમાં જોવા મળશે.
BJPએ રાષ્ટ્રીય મુદ્દાઓ કરાવ્યા યાદ ચૂંટણી (Gujarat Election 2022) પહેલા થયેલી મોરબી ઝૂલતા બ્રિજ દુર્ઘટનાના કારણે પણ ભાજપને કોઈ પણ પ્રકારનું નુકસાન થયું નથી. ઉલટાનું ભાજપે આ વખતે ગુજરાતની ચૂંટણી પ્રચારમાં (BJP Preparation for Lok Sabha 2024) રાષ્ટ્રીય મુદ્દાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. સાથે જ ભાજપને વર્ષ 2023 માટે G20 સમિટની મળેલા પ્રતિનિધિત્વની વાત પણ પ્રચારમાં કહેવામાં આવી હતી. બીજી તરફ રાજ્યમાં આ વખતે એન્ટિ ઇન્કબન્સી પણ જોવા મળી નહતી. એટલે ભાજપને તેનો સીધો ફાયદો થયો છે.