- પ્રદેશ ભાજપની પ્રથમ પેપરલેસ બેઠક
- ટ્રેન મારફતે હોદ્દેદારો અને કાર્યકરો કેવડિયા જવા રવાના
- રક્ષાપ્રધાન રાજનાથસિંહ રહેશે ઉપસ્થિત
અમદાવાદ: કેવડિયા કોલોની ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની આગેવાનીમાં પ્રદેશ ભાજપની ત્રિ-દિવસીય કારોબારી બેઠક મળશે. જેમાં કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહ, પુરુષોત્તમ રૂપાલા, દર્શના જરદોષ, દેવુસિંહ ચૌહાણ, મહેન્દ્ર મુંજપરા, મનસુખ માંડવીયા, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સહ પ્રભારી સુધીર ગુપ્તા, ધારાસભ્યો, ભાજપના હોદ્દેદારો સહિત અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહેશે.
પ્રદેશ કાર્યકારિણી બેઠકમાં ભાગ લેવા ભાજપના હોદ્દેદારો કેવડિયા જવા રવાનાપ્રદેશ કાર્યકારિણી બેઠકમાં ભાગ લેવા ભાજપના હોદ્દેદારો કેવડિયા જવા રવાના આ પણ વાંચો:કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે AMC ની ઓફિસે યોજી બેઠક, વિકાસ કાર્યો પૂર્ણ કરવા સૂચન કર્યા
હોદ્દેદારોને ટેબ્લેટ વિતરણ
કોરોના મહામારીમાં 2 વર્ષ બાદ મળનારી આ વખતની ફીઝીકલ બેઠક ડીઝીટલ રહેશે, એટલે કે પેપર લેસ બેઠક કરવામાં આવશે. આ માટે 588 જેટલા હોદ્દેદારોને ટેબ્લેટ વિતરણ કરાયું છે. આ હોદ્દેદારો ટેબ્લેટથી બેઠકમાં કામ કરશે. ટેબ્લેટમાં તમામ માહિતીઓ રાખવામાં આવી છે. જેનું માર્ગદર્શન પ્રદેશ આઇટી વિભાગ દ્વારા આપવામાં આવ્યું હતું. ટેબ્લેટમાં મહાનુભાવોનુ જીવન ચરિત્ર , અલગ-અલગ સરકારી યોજનાઓ પેજ સમિતિની વિગતો નાખવામાં આવી છે.
પ્રદેશ કાર્યકારિણી બેઠકમાં ભાગ લેવા ભાજપના હોદ્દેદારો કેવડિયા જવા રવાના આવતીકાલે કારોબારી બેઠક
આજે તમામ સભ્યો ટ્રેન મારફતે કેવડિયા ખાતે બપોરે પહોંચી જશે અને ત્યાર બાદ ત્યાં આવતી કાલ સવારથી કારોબારી બેઠક શરૂ કરવામાં આવશે. જેમાં અલગ અલગ મુદ્દે કાર્યકર્તાઓને સમજાવવા આવશે. પેજ પ્રમુખથી લઈ બુથ સુધીની તમામ બાબતો સમાવવામાં આવશે. ક્યાં વ્યક્તિ ની શું જવાબદારી હોય છે તેને તે જવાબદારી કેવી રીતે નિભાવવાની રહેશે આ તમામ બાબતે સમજાવવામાં આવશે. આગામી દિવસમાં પેજ સમિતિ સુધી પહોંચવા માટે કેવી રીતે કામ કરવાનું તે બાબતે પણ માર્ગદર્શન આપવામાં આવશે. સ્વસ્થ સ્વયંસેવકો બનાવામાં આવ્યા છે તેમનું કાર્ય કેવી રીતે રહેશે તે બાબતે ચર્ચા કરવામાં આવશે. ઉપરાંત શોક પ્રસ્તાવ અને અભિનંદન પ્રસ્તાવ રજૂ કરાશે.
આ પણ વાંચો:ગુજરાત વિધાનસભામાં બે દિવસીય ચોમાસુ સત્ર, 18 શોક પ્રસ્તાવ અને 4 બિલ કરવામાં આવશે પસાર
શા માટે કેવડીયાની પસંદગી
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પ્રદેશ કાર્યકારણી બેઠક માટે ઐતિહાસિક સ્થળની પસંદગી કરાઈ છે. તેનો હેતુ કાર્યકરોને નવીન સ્થળની મુલાકાત કરાવીને તેનો વાસ્તવિક પ્રચાર કરવાનો છે.