ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 4 જાન્યુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે - Ahmedabad News

આગામી 4 જાન્યુઆરીએ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કરાવામાં આવશે.

ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 4 જાન્યુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે
ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા 4 જાન્યુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે

By

Published : Jan 2, 2021, 4:13 PM IST

  • ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાતની મુલાકાતે
  • 4 જાન્યુઆરીએ અમદાવાદ આવશે જે.પી.નડ્ડા
  • પ્રદેશ ભાજપ કોર કમીટી સાથે યોજશે બેઠક

અમદાવાદઃ આગામી 4 જાન્યુઆરીના રોજ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષનું સ્વાગત કરાવામાં આવશે.

ભાજપની પ્રદેશ બેઠક યોજાશે

4 જાન્યુઆરીના રોજ ભાજપા પ્રદેશ કાર્યાલય 'કમલમ', ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તથા રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષની આગેવાનીમાં અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં ભાજપાની પ્રદેશ બેઠક યોજાશે.

RSS ની અખિલ ભારતીય સમન્વય બેઠકમાં ભાગ લેશે

અમદાવાદ ખાતે યોજાનારી રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની બેઠકમાં સંઘની ભગિની સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષના હોદ્દાની રૂએ તેઓ આ બેઠકમાં ભાગ લેશે. RSS ના વડા મોહન ભાગવત સહિત અન્ય સંસ્થાઓના વડા સાથે સંગઠનાત્મક અને સાંપ્રત પ્રવાહોને લઈને ચર્ચા કરશે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા મહત્વનો પ્રવાસ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા અધ્યક્ષ બન્યા બાદ આ તેમનો પહેલો પ્રવાસ છે. આગામી માસમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષનો આ પ્રવાસ મહત્વપૂર્ણ છે. સંગઠનાત્મક ફેરફારને લઈને RSS સાથેની બેઠકમાં રામમંદિર નિર્માણને લઈને ચર્ચા થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details