ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત 370 ડૉક્ટરોએ ભગવો ધારણ કર્યો - ભારતીય જનતા પાર્ટી

અમદાવાદઃ શહેરમાં ભાજપ સદસ્યતા અભિયાન રવિવારના રોજ યોજાયું હતું. જેમાં 370 ડૉક્ટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. જેમને ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાજપ જીતુ વાઘાણીએ ખેસ પહેરાવી પાર્ટીમાં સ્વાગત કર્યુ હતું.

ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત 370 ડૉક્ટરોએ ભગવો ધારણ કર્યો

By

Published : Sep 8, 2019, 10:56 PM IST

ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કર્યા બાદ અનેક કલાકારો, નેતાઓ સહિત લાખો લોકો પાર્ટીમાં જોડાઈ રહ્યાં છે. જેમાં હવે ડૉક્ટરોનો પણ સમાવેશ થયો છે. રવિવારના રોજ અભિયાન અંતર્ગત 370 ડૉક્ટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે .જેમને પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ ખેસ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતાં.

ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત 370 ડૉક્ટરોએ ભગવો ધારણ કર્યો

આ પ્રસંગે ઉપસ્થિત તમામ ડૉક્ટરોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરીને મોબાઈલ નંબર પર મિસ કોલ કરી પોતાની સદસ્યતા નોંધાવી હતી. આ કાર્યક્રમમાં સાંસદ ડૉક્ટર કિરીટભાઈ પટેલ સહિત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકર્તાઓ અને નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જેઓએ સૌને શુભેચ્છા પાઠવી ડૉક્ટરોનું પાર્ટીમાં સ્વાગત કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details