ગુજરાત

gujarat

ETV Bharat / state

પૂર્વ પ્રધાન જય નારાયણ વ્યાસે ગેહલોત સાથે યોજી બંધ બારણે બેઠક, અનેક ચર્ચા - BJP leader Jaynarayan Vyas

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા રાજકીયપક્ષોની બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. માત્ર મહાનગર જ નહીં પણ સમગ્ર જિલ્લા તથા નાના શહેરમાં રાજકીય પાર્ટીઓની બેઠક (political Parties meeting) શરૂ થઈ ગઈ છે. આ માહોલ વચ્ચે વાવડ એવા સામે આવ્યા છે કે, ગુજરાત રાજ્યના પૂર્વ આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસ અને અશોક ગેહલોત વચ્ચે બંધ બારણે બેઠક યોજાઈ હતી. જેને લઈને રાજકીય લોબીમાં અનેક એવી ચર્ચાઓ શરૂ થઈ છે

પૂર્વ પ્રધાન જય નારાયણ વ્યાસે ગેહલોત સાથે યોજી બંધ બારણે બેઠક, અનેક ચર્ચા
પૂર્વ પ્રધાન જય નારાયણ વ્યાસે ગેહલોત સાથે યોજી બંધ બારણે બેઠક, અનેક ચર્ચા

By

Published : Oct 30, 2022, 10:40 AM IST

Updated : Oct 30, 2022, 12:22 PM IST

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) તારીખ ટૂંક સમયમાં જાહેર થવા જઈ રહી છે. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાખીય જંગ જોવા મળશે. બીજેપી, આપ અને કોંગ્રેસના તમામ મોટા નેતાઓમાં સમયાંતરે પક્ષ પલટો જોવા મળ્યો છે. મોટા કહેવાતા ચહેરા અને નેતાઓ બીજા પક્ષમાં (political Parties meeting) જોડાઈ રહ્યા છે. ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી જયનારાયણ વ્યાસે (BJP leader Jaynarayan Vyas meets Ashok Gehlot) બંધ બારણે એક કલાક મીટીંગ કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

પૂર્વ પ્રધાન જય નારાયણ વ્યાસે ગેહલોત સાથે યોજી બંધ બારણે બેઠક, અનેક ચર્ચા

બંધ બારણે બેઠકઃજય નારાયણ વ્યાસ રાજસ્થાનના મુખ્યપ્રધાન અને ગુજરાતના ચૂંટણીના પ્રભારી એવા અશોક ગેહલોત સાથે એક કલાક અમદાવાદના સર્કિટ હાઉસ ખાતે મિટિંગ કરી હતી. જેમાં જયનારાયણ વ્યાસ કોંગ્રેસમાં જોડાઈ શકે એવી તમામ શક્યતાઓ દેખાઈ રહી છે. કારણ કે એક કલાક સુધી યથાવત રહેલી આ મિટિંગમાં ઘણી બધી રાજકીય ચર્ચાઓ પણ થઈ રહેવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ દરમિયાન જયનારાયણ વ્યાસ કોઈ નર્મદા ઉપર પુસ્તક લખી રહ્યા છે. જેમાં રાજસ્થાનના મોડલનો ઉલ્લેખ કરવા માંગતા હોવાથી તેમને અશોક ગેહલોત સાથે વાતચીત કરી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

બેઠકને રાજકીય રંગઃબીજી બાજુ અત્યારે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે ત્યારે જય નારાયણ વ્યાસનો કોંગ્રેસના અશોક ગહેલોત સાથે મીટીંગ થઈ હોવાથી અનેક આવનારા દિવસોમાં રાજકારણમાં કંઈક નવું થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. મહત્વનું છે કે ચુંટણીના માહોલ વચ્ચે મુલાકાતથી અનેક અટકળો થઈ ચાલી રહી છે.એક કલાક જેટલો સમય અશોક ગેહલોત સાથે ચાલી ચર્ચા જેમાં આવનારા દિવસોમાં કંઈક નવી નવા જૂની થાય તેવી તમામ શક્યતાઓ જોવા મળી રહી છે.

કોણ છે જય નારાયણઃ જય નારાયણ વ્યાસના રાજકીય કારકિર્દીની વાત કરીએ તો તેઓ પૂર્વ આરોગ્યપ્રધાન રહી ચૂક્યા છે અને સિદ્ધપુરમાં ધારાસભ્ય પણ જય નારાયણ વ્યાસ રહી ચૂક્યા છે. નારાયણ વ્યાસ ગુજરાત, ભારતના રાજકારણી, વિદ્વાન, વિશ્લેષક, શિક્ષણવિદ, વહીવટકર્તા, મેનેજર અને જાહેર જીવન કાર્યકર્તા છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના શાસન દરમિયાન 2007 થી 2012 દરમિયાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનો હવાલો સંભાળતા ગુજરાત સરકારના ભૂતપૂર્વ કેબિનેટ હતા.

Last Updated : Oct 30, 2022, 12:22 PM IST

ABOUT THE AUTHOR

...view details