ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ હવે ઇલેક્શન મોડમાં, 12 ઓક્ટોબરથી ભાજપની ગૌરવયાત્રાનો થશે પ્રારંભ - BJP is now election mode

12 ઓક્ટોબરથી બીજેપી ગૌરવ યાત્રા (BJP Gaurav Yatra) શરૂ કરવામાં આવશે. આ યાત્રા નવ દિવસ સુધી 144 વિધાનસભામાં આ ગૌરવ યાત્રા નીકળશે.

ભાજપ હવે ઇલેક્શન મોડમાં, 12 ઓક્ટોબરથી ભાજપની ગૌરવયાત્રાનો થશે પ્રારંભ
ભાજપ હવે ઇલેક્શન મોડમાં, 12 ઓક્ટોબરથી ભાજપની ગૌરવયાત્રાનો થશે પ્રારંભ

By

Published : Oct 8, 2022, 4:49 PM IST

અમદાવાદરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીપ્રચારની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભાજપ હવે ગુજરાત ગૌરવયાત્રા (BJP Gaurav Yatra will start from October 12) દ્વારા પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરવા જઈ રહી છે. બીજેપી દ્વારા ગુજરાત ગૌરવ યાત્રા (BJP Gaurav Yatra) 12 ઓક્ટોબરથી શરૂ(BJP Gaurav Yatra will start from October 12) કરવામાં આવશે. નવ દિવસ સુધી 144 વિધાનસભામાં આ ગૌરવ યાત્રા નીકળશે.

એડીચોટીનું જોર આ વખતની ચૂંટણીમાં પણ ભાજપપોતાની સત્તા જાળવી રાખે એ માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આ ગર્વ યાત્રામાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડા સહિતના નેતાઓ પણ જોડાશે.

ગૌરવ યાત્રા આયોજનભાજપની ગૌરવ યાત્રા આયોજન અંગે પ્રદીપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, 12 ઓક્ટોબરથી ગુજરાતમાં ગૌરવ યાત્રા શરૂ(BJP Gaurav Yatra) થશે. પહેલી યાત્રા બહુચરાજી પ્રસ્થાન થશે. શરૂઆત રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા કરાવશે. જે 9 જીલ્લામાં 33 વિધાનસભામાં યાત્રા જશે.

12 ઓક્ટોબરથી ગુજરાતમાં ગૌરવ યાત્રા શરૂ

યાત્રાનું પ્રસ્થાન9 દિવસની આ યાત્રામાં 38 સભાઓ થશે. કચ્છ ખાતે માતાના મઢે આ સભા પૂર્ણ થશે. બીજી યાત્રા દક્ષિણ ગુજરાત ઉનાઈ ખાતે પ્રસ્થાન થશે. 13 જિલ્લા 35 વિધાનસભામાં 33 સભાઓ કરશે. આ ફાગવેલ ખાતે પૂર્ણ થશે. ત્રીજી યાત્રા ઉનાઈથી જ શરૂ થશે. 14 જિલ્લા 31 વિધાનસભામાં ફરશે. 28 સભાઓ સાથે અંબાજીમાં યાત્રા પૂર્ણ થશે.દક્ષિણ ગુજરાતમાં બંને યાત્રાનું પ્રસ્થાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરાવશે.

સૌરાષ્ટ્રમાં બે યાત્રાગૌરવ યાત્રા અંગે ભાજપનાં ઉપપ્રમુખ ગોરધન ઝડફિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં બે યાત્રા યોજાશે. જેમાં 12 ઓક્ટોબરના રોજ એક યાત્રા દ્વારકાથી પોરબંદર યાત્રા હશે. જેની શરૂઆત જે.પી.નડ્ડા કરાવશે. 22 સભાઓ થશે. 13 ઓક્ટોમ્બરથી ઝાંઝરકાથી સોમનાથ સુધી આ યાત્રા થશે. જેનું પ્રસ્થાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કરાવશે. પાંચેય યાત્રા મળીને કુલ 144 વિધાનસભા યાત્રા થશે. 358 સ્થળોએ યાત્રાનું સ્વાગત થશે. 145 દિવસમાં 145 જાહેરસભાઓ કરશે.

વિવિધ પ્રધાનો જોડાશેઆ તમામ યાત્રાની શરૂઆત ધાર્મિક સ્થળોએથી થશે. આ યાત્રાઓનું સમાપન અંબાજી તેમજ સોમનાથ ખાતે તેમજ ફાગવેલ ખાતે થશે. નવ દિવસ સુધી જે આ ગૌરવ યાત્રા ચાલશે તેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ અધ્યક્ષ સી આર પાટીલ, કેન્દ્રીય દર્શનાબેન જરદોશ, પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, તેમજ ગુજરાતના વિવિધ પ્રધાનો પણ આ યાત્રામાં સમ્યાનતરે જોડાશે.

ગુજરાત ગૌરવ યાત્રાની વિગત

તારીખ યાત્રા રૂટ સમય શુભારંભ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ

12 ઓક્ટોબર બહુચરાજીથી માતાનો મઢ સવારે -11-00 કલાકે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા

12 ઓક્ટોબર દ્વારકાથી પોરબંદર બપોરે 02-00 કલાકે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા

13 ઓક્ટોબર સત સવૈયાનાથજી, ઝાંઝરકાથી સોમનાથ સવારે 11-00 કલાક કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ

13 ઓક્ટોબર ઉનાઇ માતાથી ફાગવેલ બપોરે 02-00 કલાકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ

13 ઓક્ટોબર ઉનાઇ માતાથી અંબાજી બપોરે 02-00 કલાકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ

ABOUT THE AUTHOR

...view details