અમદાવાદ: જ્યારથી નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ત્યારથી તેમની આગવી શૈલી અને ચૂંટણીઓમાં પોતાની નીતિઓથી તેમને ભાજપને આગવું કદ પ્રદાન કરી દીધું. 12 વર્ષ ગુજરાતના મુખ્યપ્રધાન પદે રહ્યાં બાદ, 2014માં લોકસભાની ચૂંટણીઓમાં તેઓ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે વારાણસીથી લડ્યા. જેમાં ગાંધીનગરની લોકસભા સીટ પરથી લાડનાર વર્તમાન ગૃહપ્રધાન અમિતશાહ તેમના ચાણક્ય રહ્યાં. લોકસભાની 543માંથી 282 બેઠકો પર ઐતિહાસિક રીતે ભાજપે વિજય મેળવ્યો. 2019ની લોકસભાની ચૂંટણીમાં એકલા ભાજપે 303 બેઠકો મેળવી હતી. ભાજપના આ વિજયમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઉપરાંત, રાષ્ટ્રવાદ અને કોંગ્રેસના ભ્રષ્ટાચારો તેમજ અણ આવડતનો પણ હાથ હતો. આમ કોંગ્રેસ સિવાય લોકસભા ચૂંટણીઓમાં સૌથી વધુ બેઠકો મેળવનાર ભાજપ બીજી મોટી પાર્ટી બની ગઈ.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર, પાટીલ ભારતીય જનતા પાર્ટીના આધુનિકીકરણમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહના મોટો હાથ છે. તેવી જ રીતે ચૂંટણી જીતવામાં જેમ નરેન્દ્ર મોદીનું નામ કામ કરી જાય છે, તેવી જ રીતે ભાજપના કાર્યકરોની અથાક મહેનત પણ તેનું પરિણામ છે. આજે દેશના કુલ 29 રાજ્યોમાંથી 12 રાજ્યોમાં ભાજપની સરકાર છે. ભાજપે ચૂંટણી મેનિફેસ્ટોમાં જે પ્રમાણે વાયદા કર્યા હતા, તેમાંના કેટલાક તેમને પૂર્ણ કર્યા છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર, પાટીલ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની વિદાય બાદ 2014માં આનંદીબેન પટેલની સરકાર આવી જેનું પતન 2016માં પાટીદાર આંદોલનથી થયું. ત્યાર બાદ વિજય રૂપાણી સરકાર આવી જે 2017 ચૂંટણીમાં 182માંથી 150 કરતાં વધુ વિધાનસભાની બેઠકો મેળવશે તેવા દાવા કરતી હતી. પરંતુ ભાજપના આ દાવાઓ ઉંધા માથે પછડાયા અને 99 સીટમાં જ ભાજપ સમેટાઇ ગઇ, માંડમાંડ તે સરકાર બચાવી શક્યા. પાટીદાર આંદોલન બાદ મોટાભાગના પાટીદારો ભાજપ વિરુદ્ધ બન્યા અને રાજકારણમાં હાર્દિક પટેલ નવો યુવા ચહેરો બન્યો. જે આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર, પાટીલ કોરોના કાળમાં પણ ભારતમાં રાજકારણ મંદ પડ્યું નથી. એવું કહેવાય છે કે, ભારતમાં જેમ કોઇને કોઇ ખૂણે તહેવારો યોજાતા રહે છે. તેમ ચૂંટણીઓ પણ સદા યોજાતી રહે છે. ગુજરાતમાં પણ આગામી આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ અને સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને લઈને રાજકારણમાં તેજી જોવા મળે છે. કોંગ્રેસના કેટલાક વિધાનસભ્યો ભાજપમાં જોડાયા છે. પરંતુ કોરોનાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ચૂંટણી કમિશન દ્વારા હજુ સુધી ગુજરાતની આઠ વિધાનસભાની બેઠકો ઉપર પેટા ચૂંટણીની જાહેરાત કરાઇ નથી કે, કોઈપણ પક્ષ દ્વારા ઉમેદવારોની પણ જાહેરાત કરાઇ નથી.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર, પાટીલ ભાજપના મુખ્ય નિર્ણયો કેન્દ્રીય કમિટી દ્વારા જ કરવામાં આવે છે. તાજેતરમાં જ 20 જુલાઈના રોજ ભાજપના ગુજરાતના મુખ્ય પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલ નિમણૂંક કરીને ભાજપે સૌને ચોંકાવી દીધા છે. કારણ કે, કોંગ્રેસે જ્યારે હાર્દિક પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા, ત્યારે એવું માનવામાં આવતું હતું કે, ભાજપ પણ કોઈ અન્ય જાતીય ચહેરો જ સામે ઉતારશે. પરંતુ ભાજપના નિર્ણય હંમેશા દબંગાઈ અને ચતુરાઈ ભર્યા હોય છે. તેનું મુખ્ય કારણ તે પોતાની પબ્લિક ઇમેજ કોંગ્રેસની જેમ એક પરિવારવાદ વાળા ઢબની રાખવા માંગતી નથી, પરંતુ ડાયવર્સિટી અપનાવે છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર, પાટીલ ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે સૌરાષ્ટ્રના ઉમેદવારોને સામાન્ય રીતે પસંદગી આપવામાં આવે છે. પરંતુ આ વખતે દક્ષિણ ગુજરાતના નવસારીના સાંસદ સી.આર.પાટીલના હાથમાં ભાજપે પ્રદેશ પ્રમુખની કમાન સોંપી છે, જે એક મરાઠી છે. આ પહેલા ભાજપના અધ્યક્ષ તરીકે જીતુ વાઘાણી હતા, તેઓ પણ સૌરાષ્ટ્રના હતા. કાશીરામ રાણા જેઓ સુરતથી સંસદ હતા, તેમના બાદ દક્ષિણ ગુજરાતમાંથી પસંદ પામેલા ભાજપના બીજા પ્રદેશ પ્રમુખ છે. જ્યારથી સી.આર.પાટીલના નામની જાહેરાત થઈ છે. ત્યારથી ભાજપમાં ક્યાંકને ક્યાંક જૂથવાદ જોવા મળી રહ્યો છે. એમ પણ ભારતમાં લોકશાહી હોવા છતાં જાતિવાદ, ધર્મવાદ અને પસંદ-નાપસંદને લઈને જૂથબંધી જોવા મળે જ છે. ત્યારે આવડો મોટો પક્ષ કેવી રીતે તેમાંથી બાકાત રહી શકે ?
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર, પાટીલ સી.આર.પાટીલે આવતાની સાથે જ દબંગાઈ દેખાડતા જૂથબંધી ચાલશે નહીં, તેવું કાર્યકરોને સ્પષ્ટપણે જણાવી દીધું છે. ભાજપના દરવાજા કોંગ્રેસ માટે બંધ કરી દીધા છે. ભાજપના કાર્યકરોને આગળ લાવવા સી.આર.પાટીલ તેમના કાર્યોની પ્રશંસા કરે છે. સંનિષ્ઠ કાર્યકરોના સામાજિક જીવનમાં બનતા બનાવને લઇને તેઓ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મૂકે છે. દુઃખના સમયમાં શક્ય હોય ત્યાં સુધી તેમની રૂબરૂ મુલાકાત પણ લે છે. તેમને કોરોના કાળમાં કાર્યકરોને 'સેવા હી સંગઠનનો' સંદેશ આપ્યો છે. તેમને કાર્યકરોને તેમની લાયકાત પ્રમાણે તક મળશે અને કામચોરી ચાલશે નહીં તેવું પણ સ્પષ્ટ રીતે જણાવ્યું છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ સી.આર.પાટીલ દક્ષિણ ગુજરાતને છોડીને સૌપ્રથમ વખત આગામી વિધાનસભાની ચૂંટણીઓને લઇને ભાજપના સંગઠનાત્મક માળખાના નવનિર્માણ માટે સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની 8 બેઠકોમાંથી મોટા ભાગની બેઠકો સૌરાષ્ટ્રની છે. જે કોંગ્રેસનો ગઢ છે, તેમાં ગાબડા પાડવા સી.આર.પાટીલ ત્યાં પહોંચ્યા છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે ચાર જિલ્લા ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને સુરેન્દ્રનગરના હોદેદારો અને અગ્રણીઓને મળીને તેઓ મિટિંગ યોજી રહ્યાં છે. 19 થી 22 ઓગસ્ટના આ પ્રવાસની શરૂઆત સી.આર.પાટીલના સોમનાથ દર્શનથી થઈ હતી. જે કેશોદ, વેરાવળ, વંથલી, જૂનાગઢ શહેર, રાજકોટ શહેર, ગોંડલ, ચોટીલા, અમદાવાદના ધંધુકા અને બાવળા-બગોદરાથી પૂર્ણ થશે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર, પાટીલ આ યાત્રામાં તેઓ તમામ વર્ગ અને જૂથના લોકોના સંપર્કમાં આવશે. કારણ કે, તેઓ રાજકોટમાં પાટીદારોના આસ્થાના પ્રતીક ખોડલધામ મંદિરની મુલાકાત લીધી અને ભાજપે તેમની રજત તુલા કરી તે દાન મંદિરને આપ્યું. ત્યારે પાટીદાર અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજર રહી તેમને આવકાર્યા હતા. તરફ દલિત વર્ગના સંત મંદિરની પણ મુલાકાત લેશે. બાબાસાહેબ આંબેડકરના પ્રતિમાપણ તેમને ફુલહાર કર્યો છે, તો સાથે સાધુ સંતોને પણ મળી રહ્યાં છે. ભાજપના અગ્રણીઓની સાથે કાર્યકરો અને સંઘના જૂના કાર્યકરોને પણ તેઓ મળી રહ્યાં છે. ત્યારે તેમના વિચારો પર રાષ્ટ્રીય સવયસેવક સંઘની છાપ સ્પષ્ટ દેખાય છે.
ગુજરાત ભાજપના બેબાક પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની રાજકિય કહાની સ્પષ્ટ બોલી માટે જાણીતા સી.આર.પાટીલ સામે અનેક નવા પડકારો છે. પરંતુ તેમના ઉપર દિલ્હીના હાથ છે, તેથી કોઈ પણ તેમની સામે બોલી શકે તેમ નથી. ભાજપમાં પ્રદેશ પ્રમુખનું પદ આડકતરી રીતે મુખ્યમંત્રીના પદ કરતા ઉતરતું નથી. એમ પણ ભારતીય જનતા પાર્ટી સંગઠન અને અનુશાસન માટે જાણીતી છે. કાર્યકરથી લઈને પ્રદેશ પ્રમુખ સુધી તે માળખાને અનુસરવાનું રહે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ જ સી. આર.પાટીલ પણ ટેકનોલોજીનો ઉપયોગ માટે જાણીતા છે. તેઓ સતત ફેસબુક અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. સી.આરપાટીલ પોતાની પારિવારિક જિંદગીને પણ એટલું જ મહત્વ આપે છે, તેથી સોશિયલ મીડિયા ઉપર પોતાના પરિવારને લઈને સુખદ પળોની પોસ્ટ પણ તેમના ફોલોઅર્સ માટે મુકતા રહે છે. ભાજપની સાથે તેમની પોતાની IT અને સંનિષ્ઠ કાર્યકરોની ટીમ પણ વિસ્તૃત છે. તેમનો મંત્ર છે કે, વોટર લિસ્ટના પેજ પરથી બુથ ઉપર, બૂથ ઉપરથી મંડળ, મંડળથી જિલ્લા ઉપર અને જિલ્લાથી વિધાનસભા સુધી કાર્યકર્તાઓએ મતદાતાના મનમાં જગ્યા બનાવવાની છે. જેથી ભાજપનો વિજય નિશ્ચિત થાય. તેઓ સતત કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે તેવા પ્રયત્નો કરતા રહે છે.
સી. આર. પાટીલ વિરોધી પક્ષને તેઓ હરાવવામાં નહીં, પરંતુ નેસ્ત નાબુદ કરવામાં માને છે. કોરોના કાળમાં ભાજપના કાર્યકરોએ પ્રજા વચ્ચે જઈને કામ કર્યું છે. ત્યારે કોંગ્રેસ પોતાની રાજગાદી છોડી શકી નથી અને પોતાની જૂની ટેવ પ્રમાણે ચીન જેવા સંવેદનશીલ મુદ્દે ફક્ત આક્ષેપો કરીને પ્રજાની નજરમાં તે વધુ વામણી સાબિત થઈ છે. ત્યારે સી.આર.પાટીલ તેનો લાભ ઉઠાવશે. ભાજપના ઉમેદવારોને જીતાડવા સી.આર.પાટીલ દ્વારા પણ એડીચોટીનું જોર લગાવશે તે નક્કી છે.
કોરોના વાઇરસના સંક્રમણના કાળમાં સરકારે દરેક વ્યક્તિમાં માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે વગેરે જેવા નિયમો બનાવ્યા છે. તેનુ ઉલ્લંઘન કરવા બદલ પ્રજાએ હજારો રૂપિયાનો દંડ ભરવો પડે છે. ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો પ્રથમ સુરતનો કાર્યક્રમ તો આ કોરોનાના કારણે રદ્દ કર્યો. વર્તમાનમા ચાલી રહેલ સૌરાષ્ટ્રના પ્રવાસમાં ભાજપના કાર્યકરોની ભીડ ઉમટી પડે છે. તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ પણ માસ્ક પહેરતા નથી, તેને લઈને તેઓ વિવાદમાં છવાયેલા છે. કારણ કે પ્રજા પોલીસ અને સરકારને પૂછી રહી છે કે, શું ભાજપ પ્રદેશ પ્રમુખ કાયદાથી ઉપર છે?
અમદાવાદથી આશિષ પંચાલનો વિશેષ અહેવાલ