અમદાવાદ: રાજ્યમાં દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાથરસ કાંડ બાદ ફરી મહિલાઓની સુરક્ષાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, રાજ્ય સરકાર મહિલા સુરક્ષા મામલે સદંતર નિષ્ફળ રહી છે. રાજ્યમાં દરરોજ 3 દુષ્કર્મની ઘટના સામે આવે છે. જ્યારે બે વર્ષમાં 2,720 દુષ્કર્મના કેસ નોંધાયા છે.
કોંગ્રેસના ભાજપ સરકારને સવાલ
- બેટી બચાવોના સૂત્ર સામે મહિલાઓ કેટલી સલામત? બેટી બચાવોએ શું ચેતવણી હતી?
- ગુજરાતમાં દરરોજ 3 દુષ્કર્મની ઘટના બને છે
- ગુજરાતમાં 2 વર્ષમાં 2,720 દુષ્કર્મની ઘટના બની
- મુખ્યપ્રધાન જ્યાંથી આવે છે એવા રાજકોટમાં 158 દુષ્કર્મની ઘટના
- મેટ્રો સિટી અમદાવાદમાં છેલ્લા 5 વર્ષમાં 1046 દુષ્કર્મની ઘટના બની
- NCRBનાં અહેવાલ મુજબ અમદાવાદમાં બળાત્કારની ઘટનાઓમાં 22 ટકા જેટલો વધારો જ્યારે સુરતમાં 42 ટકાનો વધારો થયો છે
બેટી બચાવોના સૂત્ર સામે મહિલાઓ કેટલી સલામત? બેટી બચાવોએ શું ચેતવણી હતી? ભાજપ સરકારનાં શાસનમાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. મહિલા સુરક્ષામાં સદંતર નિષ્ફળ ભાજપ સરકાર પર આકાર પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોનાં અહેવાલમાં ભાજપ સરકારના શાસનમાં ગુજરાતની મહિલા-દીકરીઓની સુરક્ષાના દાવાની પોલ ખોલી નાખી છે. ગુજરાતમાં દરરોજ 3 મહિલા-દીકરીઓ દુષ્કર્મનો ભોગ બને છે. જે શરમજનક બાબત અને ચિંતાનો વિષય છે.