અમદાવાદ: શહેરની શ્રેય હોસ્પિટલમાં આગની ગોઝારી ઘટનાથી ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, શ્રેય હોસ્પિટલ ખાતે બનેલ આગની દુર્ઘટના એ દર્દનાક અને દુ:ખદ છે. આ હોસ્પિટલનાં બીજાં દર્દીઓને તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. તેઓ જલદીથી સ્વસ્થ થઈ જાય તેવી ઈશ્વરને પ્રાર્થના છે.
ભાજપે શ્રેય હોસ્પિટલમાં આગ મુદ્દે સંવેદના પ્રગટ કરી, જાણો શું કહ્યું?
અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના બાદ ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટના એ દર્દનાક અને દુ:ખદ છે. આ દુર્ઘટનામાં જે પણ કસૂરવાર હશે, તેમનાં પર સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે.
શ્રેય હોસ્પિટલ
આ મામલો અતિ દુ:ખદ અને સંવેદનશીલ છે. આ સમગ્ર મામલા માટે સરકાર ગંભીરતાથી પગલાં લઈ રહી છે, ત્યારે આ દુર્ઘટનામાં જે પણ કસૂરવાર હશે, તેમનાં પર સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે. બીજી તરફ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પણ આ દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને ઘાયલ થયેલા લોકો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના કરી છે.