ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકો પર મંગળવારે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોવાથી ભાજપ દ્વારા પોતાના બન્ને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં વિદેશ પ્રધાન એસ. જયશંકર અને OBC નેતા જુગલજી ઠાકોરનું નામ સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યસભાની 2 બેઠકો માટે ભાજપે વિદેશપ્રધાન એસ. જયશંકર અને જુગલજી ઠાકોરના નામની કરી સત્તાવાર જાહેરાત - election gujarat
ન્યૂઝ ડેસ્ક: ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકો માટે મંગળવારે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. જેથી માટે ભાજપે વિદેશ પ્રધાન એસ. જયશંકર અને જુગલજી ઠાકોરના નામની સત્તાવાર જાહેરાત કરી છે.
ભાજપે કરી સત્તાવાર જાહેર, વિદેશપ્રધાન એસ.જયશંકર અને જુગલજી ઠાકોર કાલે ભરશે રાજ્યસભાનું ઉમેદવારી પત્ર
ઉલ્લેખનીય છે કે, ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધીનગરથી સાંસદ બનતા તેમણે રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામું આપ્યું છે. જ્યારે સ્મૃતિ ઈરાની અમેઠીથી સાંસદ બનતા તેમણે પણ રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામું આપ્યું છે.