ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ પણ સુષ્મા સ્વરાજના નિધનના સમાચાર સાંભળી દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું કે, ભાજપ જ નહિ પણ સમગ્ર દેશને આઘાતની લાગણી છે, સાથે વિદેશમાં રહેતા ભારતીય નાગરિકો પણ આજે શોકમાં છે. 7 વાર લોકસભા અને 3 વાર વિધાનસભા જીતીને આવ્યા તે જ તેમની લોકપ્રિયતા દર્શાવી રહી છે. તેવો માત્ર 25 વર્ષની ઉંમરે ધારાસભ્ય બન્યા હતા.
સુષ્મા સ્વરાજને ભાજપ-કોંગ્રેસના પ્રવક્તાઓએ આપી શ્રદ્ધાંજલિ - મનીષ દોશી કોંગ્રેસ
અમદાવાદ: ભાજપ નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું નિધન થયું છે. આજે દેશના નેતાઓ અને અગ્રણી લોકો સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા હતાં. સુષ્મા સ્વરાજનું વ્યક્તિત્વ જ એવું હતું કે, તેઓ લોકોને પોતાની સાથે સ્નેહના સંબંધથી જોડી રાખતા હતા. મંગળવારે સુષમા સ્વરાજે આપણા વચ્ચેથી વિદાય લીધી છે, ત્યારે અનેક લોકોની આંખો છલકાઈ ગઈ છે.
સુષ્મા સ્વરાજ લોકોની સેવામાં કાર્યશીલ રહ્યા છે અને લોકોની વચ્ચે પણ રહીને તેમને કામ કર્યું છે. સુષ્મા સ્વરાજનું UNO ખાતે કરેલ હિન્દીનું ભાષણ તે હંમેશા યાદગાર રહેશે તેમને હું હ્રદય પૂર્વકની શ્રદ્ધાંજલિ આપું છે. સાથે ભગવાન તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે.
આ ઉપરાંત કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ પણ સુષ્મા સ્વરાજને હૃદય પૂર્વકની શ્રદ્ધાંજલિ આપીને જણાવ્યું કે, તેવો નિખાલસ સ્વભાવના હતા તેમનું વ્યકત્વય પણ લોકોને ગમે તેવું હતું તેવો તમામ પક્ષમાં તેમની લોકપ્રિયતા હતી. આ એક દુઃખદ ઘટના છે. ભગવાન તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને પક્ષપક્ષીમાં પણ તેમની કામ કરવાની કળાને લઈને તેવો લોકપ્રિય હતા જાહેર જીવનમાં પણ તેમના જવાથી ખોટ પડી છે.