ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ ઉમેદવારોના મંથન માટે હવે રોડ મેપ તરફ, તો કોનું નામ હશે યાદીમાં ? - ujarat Assembly Election Date

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ (Gujarat Assembly Elections) જાહેર થાય તે પહેલા ભાજપ હવે ઉમેદવારોના મંથન માટે અને રોડ (BJP Candidates List) મેપ તૈયાર કરી રહ્યું છે. આગામી દિવસોમાં નિરીક્ષકો જે તે ગ્રાઉન્ડમાં જશે અને ઉમેદવારો કોણ કોણ છે તેની ચકાસણી કરશે.(BJP Candidates List Gujarat)

ભાજપ ઉમેદવારોના મંથન માટે હવે રોડ મેપ તરફ, તો કોનું નામ હશે યાદીમાં ?
ભાજપ ઉમેદવારોના મંથન માટે હવે રોડ મેપ તરફ, તો કોનું નામ હશે યાદીમાં ?

By

Published : Oct 21, 2022, 4:33 PM IST

અમદાવાદ ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ઉમદાવારોની (Gujarat Assembly Elections)છઠ્ઠી યાદી જાહેર કરી દીધી છે. વિપક્ષ એટલે કે કોંગ્રેસ દ્વારા દિવાળી બાદ ઉમેદવારની યાદી જાહેરાત કરવાની કહી રહ્યું છે. જોકે બંને પક્ષોની જાહેરાત બાદ શાસક પક્ષ એટલે ભારતીય જનતા પાર્ટી પણ એક્શનમાં આવ્યું છે. (BJP Candidates List Gujarat)

ભાજપ ઉમેદવારોના મંથન માટે હવે રોડ મેપ તરફ, તો કોનું નામ હશે યાદીમાં ?

નિરીક્ષકો ત્રણ દિવસ સેન્સ મેળવશે મળતી માહિતી મુજબભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના મંથન અંગેની શરૂઆત કરી છે. જેના માટે ભાજપ દ્વારા પ્રત્યેક વિધાનસભાના વાઇઝ બે બે નિરીક્ષકોની નિમણૂક કરી છે. આ નિરીક્ષકો આગામી 27, 28 અને 29 ઓક્ટોબરના રોજ સેન્સ પ્રક્રિયા મેળવા માટે (BJP Candidates List) ગ્રાઉન્ડના જશે. આ ત્રણ દિવસ દરમિયાન ભાજપના નિરીક્ષકો પ્રત્યેક વિધાનસભાના બેઠકનું ચિતાર મેળવશે. જેમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના હોદ્દેદારો તેમજ સ્થાનિક MLA સાથે ચર્ચા વિચારણા કરીને 2022ની ચૂંટણી માટેના ઉમેદવારની યાદી મેળવશે. (Gujarat Assembly Elections 2022)

ઉમેદવારના નામની યાદી તૈયાર થશેભાજપના નિરીક્ષકો ત્રણ દિવસ પ્રત્યેક વિધાનસભાનું ગ્રાઉન્ડ ઘમરોળશે અને અને તેમાંથી વિવિધ નામો નક્કી કરશે. તે નામ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી દાવેદારી નોંધાવવા માટે તૈયાર થાય છે. આ ઉમેદવારોના નામ મેળવી અને તમામ નામોની એક યાદી તૈયાર કરશે. હાલ તો પ્રત્યેક વિધાનસભામાંથી વિધાનસભા મુજબ ઓછામાં ઓછા સાત અને વધુમાં વધુ 10થી વધારે ઉમેદવારોના નામ અંદરખાને મળતા હોવાની ચર્ચા ચાલી રહી છે. (BJP Candidates List 2022)

વિધાનસભા વાઈઝ રિપોર્ટ તૈયાર થશેનિરીક્ષકો પ્રત્યેક વિધાનસભા વાઇઝ ચૂંટણી લડનાર ઈચ્છુક ઉમેદવારોના નામ મેળવશે અને તેની યાદી તૈયાર કરીને બાદમાં સ્થાનિક નેતાઓ સાથે વિચારણા કરી અને વિધાનસભા વાઇઝ રિપોર્ટ તૈયાર કરશે. જેને આગામી દિવસોમાં યોજાનાર ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલશે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં વિધાનસભા વાઇઝ આવેલા ઉમેદવારોના નામો અંતર્ગત વિસ્તૃત ચર્ચા થશે.(Gujarat Assembly Election Date)

કોને મળશે મેન્ડેટ?નિરીક્ષકોએ મેળવેલી વિધાનસભા વાઇઝના નામ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં રજૂ થયા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ ત્રણ ત્રણ નામોની વિધાનસભા વાઇઝ તૈયાર કરશે. ત્રણ ત્રણ નામોની પેનલ બન્યા બાદ પ્રદેશ ભાજપ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને (parliamentary board of bjp gujarat) નામ મોકલશે. તેની અંતિમ મહોર બાદ ભાજપ ઉમેદવારની યાદી જાહેર કરશે. ત્યારે હવે ક્યાં ઉમેદવાર 2022ની ચૂંટણી ભાજપ તરફથી લડવા માટેનું મેન્ડેટ મળે છે. તે તો સત્તાવાર જાહેરાત થાય પછી જ ખબર પડશે.

ABOUT THE AUTHOR

...view details