અમદાવાદચૂંટણીમાં (Gujarat Election 2022 Result) ભાજપે વધુ બેઠકો જીતવાના રેકોર્ડની સાથે સાથે જીતના માર્જિનમાં પણ વિક્રમ સર્જ્યો છે. આ વખતે 50,000થી વધુ મતની લીડ સાથે વિજેતા થયેલા ઉમેદવારની સંખ્યા 48એ પહોંચી હતી. જ્યારે વર્ષ 2017માં આ સંખ્યા માત્ર 20 જ હતી.
1 લાખની લીડથી વિજેતા થયેલા ઉમેદવારવર્ષ 2017માં અમદાવાદની ઘાટલોડિયા (Ghatlodia assembly seat) અને સુરતની ચોર્યાસી એમ બે જ બેઠક પર જ 1 લાખથી વધુની લીડ હતી, જે આ વખતે વધીને 11 બેઠક થઈ છે. આ વખતે 1,00,000ની લીડથી (BJP Candidates gets High Lead in Gujarat Election) જીતેલા ઉમેદવાર 11 છે. આમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો પણ સમાવેશ થાય છે. તેઓ 1,92,263 લીડથી (BJP Candidates gets High Lead in Gujarat Election) જીત્યા છે. જ્યારે ચોર્યાસી બેઠક પર સંદિપ દેસાઈ 1,81,846ની લીડથી જીત્યા હતા.
પાતળી સરસાઈથી જીતનારા ઉમેદવારો ઘટ્યાઆ ઉપરાંત પાતળી સરસાઈની હારજીતવાળી બેઠકની સંખ્યામાં પણ ઘટાડો થયો છે. ભાજપે જીતેલી માત્ર 5 અને કૉંગ્રેસે જીતેલી 6 બેઠકમાં જીતનું માર્જિન 5,000 કરતા ઓછા મતનું છે. જ્યારે સૌથી ઓછા માત્ર 577 મતથી રાપર બેઠકના ભાજપના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાનો વિજય થયો છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 2017માં પાતળી સરસાઈથી જીતેલા ઉમેદવારોની સંખ્યા 36 હતી, જે આ વખતે ઘટીને માત્ર 18 રહી છે. આમાં ભાજપના 7, કૉંગ્રેસના 9 અને 1 અપક્ષ તેમ જ એક આમ આદમી પાર્ટીના ઉમેદવારની લીડ 8,000થી (BJP Candidates gets High Lead in Gujarat Election) ઓછા મતની છે.
કેટલી લીડથી જીત્યા ઉમેદવારોરાજ્યમાં 1 લાખથી વધુની લીડથી 11 ઉમેદવાર (BJP Candidates gets High Lead in Gujarat Election) જીત્યા છે. આ તમામ ભાજપના ઉમેદવાર છે. તો 50,000થી વધુ લીડથી જીતનારા ઉમેદવારની સંખ્યા 40 છે. આ તમામ પણ ભાજપના જ છે. જ્યારે 25,000થી વધુની લીડથી જીતનારા ઉમેદવારોની સંખ્યા 66 છે. તેમાંથી 61 ભાજપ, 2 કૉંગ્રેસના, 1 આમ આદમી પાર્ટી, 1 અપક્ષ અને 1 સમાજવાદી પાર્ટીના ઉમેદવારોની સમાવેશ થાય છે. જ્યારે 10,000થી વધુની લીડથી જીતેલા ઉમેદવારોની સંખ્યા 36 છે. તેમાંથી ભાજપના 30, કૉંગ્રેસના 4, આમ આદમી પાર્ટીના 1 અને 1 અપ7 ઉમેદવારનો સમાવેશ થાય છે. જ્યારે 5,000ની લીડથી જીતનારા ઉમેદવારોની સંખ્યા 13 છે. તેમાંથી 7 ભાજપના, 4 કૉંગ્રેસના, 1 આમ આદમી પાર્ટી અને 1 અપક્ષ ઉમેદવારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 1,000ની લીડથી જીતેલા ઉમેદવારની સંખ્યા 14 છે. આમાં ભાજપના 6, કૉંગ્રેસના 6 અને આમ આદમી પાર્ટીના 2 ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે 1,000 કરતા પણ ઓછી સરસાઈથી જીતેલા કુલ 2 ઉમેદવારો છે, જેમાં ભાજપના 1 અને કૉંગ્રેસના 1 ઉમેદવારનો સમાવેશ થાય છે.
ભાજપની જૂની બેઠક કૉંગ્રેસ AAPએ આંચકીઆપને જણાવી દઈએ કે, વર્ષ 2017માં ભાજપે માત્ર 99 બેઠક જીતી હતી. તેમાંથી પણ 7 બેઠકો આ વખતે ભાજપે ગુમાવી દીધી છે. આમાંથી 5 પર કૉંગ્રેસ અને 2 પર આમ આદમી પાર્ટીએ કબજો કરી લીધો છે. તો આ વખતે નોટામાં મતદાન કરનારા મતદાતાઓની પણ સંખ્યા ઘટી હતી.