અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ભાજપ સરકાર બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, "પાર્ટી તમામ રેકોર્ડ તોડશે અને સૌથી વધુ બેઠકો સાથે જીતશે". તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે સાણંદ મત વિસ્તારના ઉમેદવારની સાથે હતા." ત્યારે એક ચર્ચા એવી પણ છે કે, કોણ છે આ ઉમેદવાર ? અમિત શાહે પોતાની હાજરીમાં જેનું ફોર્મ ભરાવ્યુ. (Kanu Patel filled form in presence Amit Shah) ભારતીય જનતા પાર્ટીએ કનુ પટેલને અમદાવાદની સાણંદ બેઠક પરથી ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા છે.
કોણ છે આ ઉમેદવાર ? અમિત શાહે પોતાની હાજરીમાં જેનું ફોર્મ ભરાવ્યુ - Gujarat Assembly Election 2022
અમિત શાહ પોતે આગામી વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે સાણંદ મત વિસ્તારના ઉમેદવારની સાથે હતા." ત્યારે એક ચર્ચા એવી પણ છે કે, કોણ છે આ ઉમેદવાર ? અમિત શાહે પોતાની હાજરીમાં જેનું ફોર્મ ભરાવ્યુ. (Kanu Patel filled form in presence Amit Shah) ભારતીય જનતા પાર્ટીએ કનુ પટેલને અમદાવાદની સાણંદ બેઠક પરથી ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતાર્યા છે.
![કોણ છે આ ઉમેદવાર ? અમિત શાહે પોતાની હાજરીમાં જેનું ફોર્મ ભરાવ્યુ સાણંદથી ભાજપના ઉમેદવાર કનુ પટેલે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની હાજરીમાં ભર્યું ફોર્મ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-16933572-thumbnail-3x2-.jpg)
ભાજપ તમામ રેકોર્ડ તોડશે :અહીં મીડિયા સાથે વાત કરતા શાહે (Amit shah on Gujarat Assembly Election 2022) કહ્યું, "આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ તમામ રેકોર્ડ તોડશે અને સૌથી વધુ સંખ્યામાં જીતશે. બેઠકો અને બહુમતી સાથે સરકાર બનાવશે. શાહે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની પ્રશંસા કરી અને કહ્યું કે, તેઓ રાજ્યમાં વિકાસ કાર્યોને ગતિ આપી રહ્યા છે. ગૃહ પ્રધાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે, રાજ્યમાં સુધારો થયો છે." સોમવારે, ભાજપે તેના ઉમેદવારોની ચોથી યાદી બહાર પાડી, જ્યાં તેણે બે મહિલા ઉમેદવારો સહિત 12 નામોની જાહેરાત કરી. અગાઉ, પાર્ટીએ 167 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.