- BJ મેડિકલ કોલેજની વિદ્યાર્થીનિએ ઝેરી દવાપીને કરી આત્મહત્યા
- ઘરેથી કોલેજ જવાનું કહી હોસ્ટેલમાં જઈને કરી આત્મહત્યા
- પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદ : શહેરના શાહીબાગ વિસ્તારમાં નવતમ એપાર્ટમેન્ટમાં રહેતી પૂજા ઠકકર (ઉ.વ.26) સિવિલ હોસ્પિટલમાં BJ મેડિકલ કોલેજમાં PGમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગુરુવારે સવારે કોલેજ જવાનું કહી નીકળી હતી. જે બાદમાં તેમની માતાએ ફોન કરતા પૂજાએ ફોન ઉપાડ્યો ન હતો. જેથી તેમની મિત્રને જાણ કરતા તે હોસ્ટેલના રૂમમાં તપાસ કરવા ગઈ હતી. જ્યાં દરવાજો ન ખોલતાં તેમની માતાએ હોસ્ટેલમાં આવી બારીમાંથી જોતાં પૂજા રૂમમાં પલંગ પર પડી હતી. મોઢામાંથી સફેદ પ્રવાહી નીકળતું હતું. આ ઘટનાની જાણ શાહીબાગ પોલીસને કરવામાં આવતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. વિદ્યાર્થિનીએ આત્મહત્યા કેમ કરી તે દિશામાં પોલીસે નિવેદનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.