અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોના વાયરસનો પ્રકોપ છે ત્યારે આપણી આજુબાજુ વિસ્તારમાં રહેતા અબોલ જીવોને ભોજનની વ્યવસ્થા કરતાં પક્ષીપ્રેમીઓ ચિંતામાં છે. કારણ કે લૉક ડાઉન સમયે કોઈ બહાર જઇ શકે નહીં. અમદાવાદના મોટા રોડ પર જ્યાં જ્યાં ચબૂતરા છે ખુબજ પક્ષીઓ દરરોજ ચણવા આવતાં હોય છે એટલે આવે છે પણ ચણ હોતું નથી.
અમદાવાદના વિજય ડાભીની લોક ડાઉનમાં પણ પક્ષીઓ જુએ છે રાહ...
લૉક ડાઉનના પગલે મનુષ્યોની રોજિંદી પ્રવૃત્તિઓ પર કાપ મૂકાયો છે. તેમાં સવારમાં પક્ષીઓને ચણ નાંખવાનું કામ પણ અટકી પડ્યું છે. શહેરમાં ઘણાં પોઇન્ટ એવા છે જ્યાં પક્ષીઓ ચણવા માટે નિયત સમયે આવી જતાં હોય છે. લૉક ડાઉનમાં પક્ષીઓ તો આવે છે પરંતુ પક્ષીપ્રેમીઓ ચણ નાંખવા આવી શકતાં નથી ત્યારે વિજય ડાભીની આ પ્રવૃત્તિ વખાણવા લાયક છે.
તેથી આજે *એનીમલ લાઈફ કેરના વિજય ડાભી તથા તેમની ટીમ દ્વારા ચણ નાખી પંખીડાઓની ક્ષુધા સંતોષવામાં આવી હતી. જનતાને નમ્ર વિનંતી કરવામાં આવી છે કે આપ ભલે ઘરમાં રહો, પણ પક્ષીઓ માટે ચણ તથા પાણીની વ્યવસ્થા પોતની ઘર અગાશી કે ધાબે અવશ્ય કરજો.
સમગ્ર ભારતમાં કરવામાં આવેલા lock downની કપરી પરિસ્થિતિમાં પણ અમદાવાદમાં દિવસેને દિવસે કોરોના કેસની સંખ્યા વધતી જાય છે ત્યારે હાલમાં સમગ્ર કોટ વિસ્તારમાં રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વિજય ડાભી દ્વારા કરવામાં આવતી આ પ્રકારની પ્રવૃત્તિ ખૂબ જ આવકારદાયક છે.