હવામાન વિભાગના ડાયરેકટર ડો. મનોરમા મોહંતીએ આપી વાવાઝોડાની લેટેસ્ટ માહિતી અમદાવાદ:ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ હજી ટળ્યુ નથી. વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલતા પાકિસ્તાન તરફ ફંટાયેલુ વાવાઝોડું હવે ગુજરાત તરફ વળ્યુ છે. બિપરજોય વાવાઝોડા મામલે હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર ફરી એકવાર સાયક્લોન બિપરજોયે પોતાની દિશા બદલી છે. થોડા સમય પહેલા વાવાઝોડું ગુજરાતને અસર કરે તેવી શક્યતાઓ ઓછી હતી, તેમ છતાં તંત્ર તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા સજ્જ થઈ ગયું હતું.
વાવાઝોડાની દિશા બદલાઈ: ફરીથી બિપોરજોય વાવઝોડાએ દિશા બદલતા હવે ગુજરાત પર ખતરો ઊભો થયો છે. જેને પગલે હાલ તંત્ર દોડતું થયું છે. સમુદ્રમાં બિપોરજોયની ફરી દિશા બદલાઈ હોવાના અહેવાલ મળતાની સાથે જ બિપરજોય કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી હવામાન વિભાગ દ્વારા આશંકા કરવામાં આવી રહી છે. વાવાઝોડાએ ફરી પોતાનો રૂટ બદલાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનો વિષય બન્યો છે.
15 જૂન સુધીમાં ગુજરાતમાં ગુજરાતને ટકરાશે:હાલ વાવાઝોડું ગુજરાત તરફ ફંટાતા ગુજરાતમાં હલચલ તેજ થઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ બિપરજોય વાવાઝોડું 15 જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચી જશે અને આગામી થોડાક જ કલાકોમાં વાવાઝોડું અતિપ્રચંડ બની જશે. બિપરજોયની અસર હવે ગુજરાતમાં શરૂ થઈ ગઈ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં તેજ પવન શરૂ થઈ ગયો છે.
વાવાઝોડું અતિપ્રચંડ બની શકે: થોડાક જ કલાકોમાં વાવાઝોડું અતિપ્રચંડ બની શકે છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે પવન શરૂ થઈ ગયો છે. કેટલાક સ્થળોએ વરસાદી ઝાપટા પડ્યા હોવાના પણ સમાચાર મળી રહ્યા છે. બિપરજોય વાવાઝોડાંના પગલે દ્વારકા, પોરબંદર તેમજ સુરતના દરિયાના ઉછાળતા મોજાઓમાં કરંટ પણ જોવા મળી રહ્યો છે. જેને પગલે હવામાન વિભાગ દ્વારા કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, જૂનાગઢ, મોરબી અને રાજકોટ સહિતના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
દરિયાકાંઠા માટે યલો એલર્ટ: હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાને પગલે હાલ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાવાઝોડાની હાલની પરિસ્થિતિ અંગે વાત કરવામાં આવે તો બિપોરજોય વાવાઝોડું પોરબંદરથી 480 કિલોમીટર, દ્વારકાથી 530 કિલોમીટર અને કચ્છના નલિયાથી 610 કિમિ સુધી પહોંચ્યું છે. જેથી કહી શકાય કે બિપરજોય હવે ગુજરાતની નજીક આવી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા વાવાઝોડાની સતત બદલાતી સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હવામાન વિભાગના અપડેટ મુજબ વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે.
- Cyclone Biparjoy: 15 જૂને વાવાઝોડું ગુજરાતને હિટ કરી શકે, 6 જિલ્લાની શાળામાં પ્રવેશોત્સવ મોકુફ
- Cyclone Biparjoy: બિપરજોય વાવાઝોડાને લઇને રાજ્યના ગૃહપ્રધાનનું નિવેદન, કહ્યું- તંત્ર કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ