- ધોલેરા પીપળી હાઈવેના આંબલી ગામ પાસે બાઈકચાલકનું મોત
- અજાણ્યો વાહનચાલક બાઈકચાલકને ટક્કર મારી ફરાર થઈ ગયો
- બાઈકચાલકને હોસ્પિટલ પહોંચાડાય તે પહેલા જ તેનું મોત થયું
ધોલેરા પીપળી હાઈવે પરના આંબલી ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી બાઈકચાલકનું મોત
અમદાવાદઃ ધોલેરા-પીપળી હાઈવેના આંબલી ગામ પાસે પીપળી તરફથી આવી રહેલા એક બાઈકચાલકને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી હતી. જો કે, ત્યારબાદ બાઈકચાલકનું મોત થયું હતું. અકસ્માતની જાણ થતા 108 ઈમરજન્સી એમ્બુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે, યુવકને ધંધુકાની હોસ્પિટલ પહોંચાડે તે પહેલા જ તેનું મોત થઈ ગયું હતું.
ખુણ ગામમાં ચાવડા પરિવારમાં શોકનો માહોલ
આમ, અકસ્માતમાં ગામના આશાસ્પદ યુવકનું મોત થતા ખુણ ગામના ચાવડા પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. પોલીસે મૃતક અજય વલ્લભભાઈ ચાવડાના મૃતદેહને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. ત્યારબાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. આ ઘટનાના સંદર્ભે ધોલેરા પોલીસે અકસ્માત કરી ભાગી છૂટે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.