અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 (Gujarat Assembly Elections 2022) નજીક આવી રહી છે. રાજકીયપક્ષોના ગુજરાતમાં ધામા વધી ગયા છે. સત્તાના રણમેદાનમાં પોતાના સોગઠાં ખેલવા માટે દરેક પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપ દ્વારા 178 ઉમેદવારોની જાહેરાત ચૂકી છે. ત્યારે ગુજરાતમાં મુખ્યપ્રધાનને(chief minister of india) લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું.
ભાજપ નહીં બદલે મુખ્યપ્રધાન: ગુજરાતમાં મુખ્યપ્રધાનને લઈને અમિત શાહે નિવેદન આપ્યું હતું કે, ભાજપ ગુજરાતમાં બહુમતીથી જીતશે તો ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યપ્રધાન રહેશે. અમિત શાહના નિવેદનથી ગુજરાતમાં મુખ્યપ્રધાનની સ્થિતિ થોડી સ્પષ્ટ બની છે. આમ આદમી પાર્ટી દ્વારા ઈસુદાન ગઢવીને મુખ્યપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા છે. જો કે કોંગ્રેસે હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી.
ઘાટલોડિયાથી બે CM મળ્યા:ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય છે. ઘાટલોડિયા બેઠક પરથી ગુજરાતને બે મુખ્યપ્રધાન મળ્યા છે. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં આનંદીબેન પટેલે કોંગ્રેસના ઉમેદવાર રમેશ પટેલને એક લાખથી વધુ મતોની સરસાઈથી હરાવ્યા હતા. ત્યારબાદ તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. જો કે પાટીદાર અનામત આંદોલનમાં તેમણે CM પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. વિજય રૂપાણીના રાજીનામાં બાદ ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા.
કોણ છે ભૂપેન્દ્ર પટેલ ?
- ભૂપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ ગુજરાતના 17મા મુખ્યપ્રધાન છે.
- એપ્રિલ વર્ષ 1980માં અમદાવાદની સરકારી પોલિટેકનિકમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની પદવી મેળવી હતી.
- તેઓ કિશોરાવસ્થાથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે.
- વર્ષ 2008થી 2010 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પદે રહ્યા હતા.
- તેઓ સરદાર ધામ વિશ્વ પાટીદાર કેન્દ્રના ટ્રસ્ટી અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ છે.
- તેઓ વર્ષ 2015 થી 2017 સુધી અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)ના ચેરમેન પદે રહ્યા હતા.
- તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા હતા.
- તેઓ વર્ષ 2010 થી 2015 સુધી તેઓ થલતેજ વોર્ડના કાઉન્સિલર પદે રહ્યા હતા
- તેઓ મેમનગર નગરપાલિકાના સભ્ય રહ્યા હતા.
- વર્ષ 1990-20માં મેમનગર નગરપાલિકાના પ્રમુખ રહ્યા હતા.
- ભૂપેન્દ્ર પટેલ વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઘાટલોડિયા મતવિસ્તાર માટે ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા.
- 12 સપ્ટેમ્બર, વર્ષ 2021ના રોજ પટેલને સર્વાનુમતે ભાજપના વિધાનસભા નેતા અને મુખ્યપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યા હતા.