દલિતોને ન્યાય નહીં મળે તો સરકાર પાડી દઈશુંઃ ભીમ આર્મી
અમદાવાદ: ગુજરાતમાં દલિતો સાથે થયેલી ઘટનાઓને લઈને ભીમ આર્મીના રાષ્ટ્રીય પ્રમુખ ચંદ્રશેખર આઝાદ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. ચંદ્રશેખર આઝાદ પીડિત પરિવારની મુલાકાત લેશે અને સરકાર સામે ન્યાયની માંગણી કરશે. જો ન્યાય આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભીમ આર્મી દ્વારા ગુજરાતમાં આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી હતી.
દલિતોને ન્યાય નહીં મળે તો ગુજરાતમાં ભીમ આર્મી આંદોલન કરશે- ચંદ્રશેખર આઝાદ
ભીમ આર્મીના રાષ્ટ્રીય પ્રમુખ ચંદ્રશેખર આઝાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 14 દલિતો પર થયેલા અત્યાચારને લઈને ગુજરાતની મુલાકાતે આવ્યા છે. પાંચ ગામોમાં દલિતોનો વરઘોડાને નીકળવા દેવામાં ન આવે તો તે શરમજનક છે. આ ઉપરાંત દલિત યુવતીના મૃતદેહની અદલાબદલી કરવામાં આવી. આમ, દરેક ક્ષેત્રે દલિતો સાથે અન્યાય થઈ રહ્યો છે. વડાપ્રધાન ગુજરાત મોડેલની વાતો કરે છે અને ગુજરાત જેવું ભારત બનાવવા માગે છે તો શું દલિતો સાથે અન્યાય જ થતો રહેશે.