ઈશુદાન ગઢવીએ સરકાર પર આક્ષેપ કર્યો અમદાવાદ : ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સરદાર સરોવર ડેમમાં પણ નર્મદાનું પાણી રોકી રાખ્યાનું હોવાનું આક્ષેપ આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી દ્વારા કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકાર વાહવાહી લૂંટવા માટે નર્મદાનું પાણી રોકી રાખ્યું અને ત્યારબાદ એક સાથે છોડ્યું જેના કારણે ભરૂચ તેમજ આજુબાજુના વિસ્તારમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે.
સરકાર પર આક્ષેપ : હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાને કારણે જનજીવનને ખૂબ મોટી અસર થઈ છે. સાથે રેલવે વ્યવહારને પણ ખૂબ મોટી અસર જોવા મળી છે. અનેક ગામો બેટમાં ફેરવાયા છે. ગુજરાતનો સૌથી મોટો ડેમ સરદાર સરોવર ડેમમાં પાણી ભરાઈ જવાને કારણે તેને નર્મદા નદીમાં પાણી મોડું છોડવામાં આવતાં વિપક્ષો દ્વારા સરકાર પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
ભાજપના નેતાઓ દ્વારા વાહવાહી લૂંટવા માટે નર્મદાનું પાણી રોકી રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ એકસાથે પાણી છોડવામાં આવતા ભરૂચ અને તેના આજુબાજુના વિસ્તારની અંદર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. કુદરતી આફતો પણ આવી રહી છે, પરંતુ સામે માનવસર્જિત પણ આપત્તિ ન આવે તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે...ઈશુદાન ગઢવી (આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ )
આશ્રયસ્થાનની સગવડ આપો: ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જ્યાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ હોય ત્યાં લોકોની મદદે પહોંચે અને ભરૂચ આજુબાજુના આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લોકોની મદદે પહોંચી ચૂક્યા છે. ભરૂચ અને આજુબાજુના વિસ્તારોના ઘણા એવા મકાનો છે કે જેની અંદર પાણી ભરાયા છે. સાથે જ ઉપરવાસમાં ભારે વરસાદ થવાને કારણે પણ પાણી આવી રહ્યું છે. જેના કારણે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. સાથે સરકારી વિભાગને પણ જણાવ્યું હતું કે જે વિસ્તારમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ થઈ હોય ત્યાં રહેવાની અને ખાવાપીવાની સગવડ પૂરી પાડવી જોઈએ.
ભારેથી અતિ ભારે વરસાદની આગાહી : ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાને કારણે ખૂબ મોટી અસર જોવા મળી રહી છે. અનેક ગામો બેટમાં ફેરવાયા છે જેના કારણે જનજીવન પર ખૂબ જ મોટી અસર જોવા મળી રહી છે. મુંબઈથી દિલ્હીને જોડતા રેલવે માર્ગને પણ ખૂબ મોટી અસર થઈ છે. જેના કારણે અસંખ્ય ટ્રેનોને રદ તેમજ અન્ય રુટ પર ડાયવર્ટ કરવાની પરિસ્થિતિ ઉભી થઈ છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
- Bharuch News : સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યૂસેક પાણી છોડાયું, મધરાતે ભરુચમાં પૂરની સંભાવનાને લઇ લોકોના સ્થળાંતર માટે તંત્રની તૈયારીઓ
- UKai Dam: ઉકાઈ ડેમમાં પાણી છોડાતા તાપી નદી બે કાંઠે, આસપાસના ગામોમાં એલર્ટ
- Train Services Affected: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે ટ્રેન વ્યવહાર પ્રભાવિત, મુંબઈ જતી 11 જેટલી ટ્રેન રદ્દ