ભરૂચ : નર્સરીમાં કામ કરતા વ્યક્તિ પર અંધાધૂંધ ફાયરિંગ થતાં ચકચાર મચી ગઈ છે. આ ફાયરિંગની ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ વ્યક્તિની હાલત હાલ નાજુક છે. આ ઘટનાને લઈ ભરૂચ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ઘરી છે.
શું છે સમગ્ર મામલો :ભરૂચના મકતમપુર વિસ્તારમાં નર્સરીમાં કામ કરતા 55 વર્ષીય રામ ઈશ્વર શાહ પર કોઈ અજાણ્યા શખ્સો દ્વારા અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. તેઓ વહેલી સવારે અવાવરું વિસ્તારમાં હાજતે ગયા હતા. તે દરમિયાન એકાએક આ ઘટના બની હતી. આ ફાયરિંગની ઘટનામાં રામ ઈશ્વર શાહને પેટ અને માથા ભાગે 3 ગોળીઓ વાગતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ગંભીર ઇજાઓના પગલે તેઓને ભરૂચ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેઓની સારવાર ચાલી રહી છે અને હાલમાં સ્થિતિ નાજુક હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :Ahmedabad Crime : ઉછીના પૈસા પરત માંગતા શખ્સે વેપારી પર જાનથી મારી નાખવાનો કર્યો પ્રયાસ, જૂઓ CCTV