ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદ: ભરતિસંહ સોલંકીની તબિયત ગંભીર, ઓક્સિજન સપોર્ટ પર રખાયા - ભરતિસંહ સોલંકી ન્યૂઝ

થોડા દિવસે પહેલા કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી પણ કોરોનાની ઝપેટમાં આવ્યાં હતા. જેમને સારવાર માટે અમદાવાદની હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. મળતી માહિતી પ્રમાણે હાલ તેમની તબિયત ગંભીર થતાં તેમને ઓક્સિજનના સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે.

ભરતિસંહ સોલંકી
ભરતિસંહ સોલંકી

By

Published : Jul 3, 2020, 2:23 PM IST

અમદાવાદ: કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીને પણ કોરોના પોઝિટિવ આવતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જેમની તબિયત વધુ લથડતા હાલ તેમને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને વડોદરાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે બાદ તેમને વધુ સારવાર માટે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ભરતસિંહની તબિયત વધુ બગડતા હાલ તેમને ઓક્સિજનના સપોર્ટ પર રખાયા છે. ભરતસિંહ સોલંકીને ડાયાબીટીસ,અસ્થમા અને હાઈપરટેન્શન જેવી બીમારી પણ છે.

ABOUT THE AUTHOR

...view details