ગુજરાત

gujarat

ETV Bharat / state

રામના નામે રાજનીતિ : કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ રામને નામે કહી નાંખ્યા આ કેવા બોલ! વિવાદનો મધપૂડો છેડાયો

ભરતસિંહ સોલંકીનું કદાચ અત્યાર સુધીનું સૌથી વિવાદિત નિવેદન ભારે ચર્ચામાં છે. ભરતસિંહ સોલંકીએ ધોળકાના ઓબીસી સંમેલનમાં રામ મંદિરને અનુલક્ષી એવા બોલ કહી નાંખ્યા છે જેના લીધે વિવાદનો મધપૂડો છેડાઇ ગયો છે.

રામના નામે રાજનીતિ : કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ રામને નામે કહી નાંખ્યા આ કેવા બોલ! વિ્વાદનો મધપૂડો છેડાયો
રામના નામે રાજનીતિ : કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ રામને નામે કહી નાંખ્યા આ કેવા બોલ! વિ્વાદનો મધપૂડો છેડાયો

By

Published : May 24, 2022, 6:06 PM IST

Updated : May 24, 2022, 10:06 PM IST

અમદાવાદઃવિધાનસભાની ચૂંટણી સમયે ગુજરાતમાં એક પછી એક સંમેલન કરી રહ્યા છે. ત્યારે ધોળકામાં કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું. જેમા કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ ભાજપ પર પ્રહાર કરતા નિવેદનો કર્યા હતા. પરંતુ આ તમામ વાતો વચ્ચે ભરતસિંહ સોલંકીનું સૌથી વિવાદિત નિવેદન ચર્ચામાં આવ્યું છેે. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા નેતા ભરતસિંહ સોલંકીએ વિવાદિત નિવેદન આપ્યું છે કે લોકોએ કુમકુમ ચાંદલાઓ અને પૂજા કરી રામશિલાઓ અયોધ્યા મોકલી હતી. ત્યાં તો કૂતરાઓ પેશાબ કરતા હતાં.

વટામણ ચોકડી પાસે કોંગ્રેસના કાર્યક્રમમાં ભરસિંહ સોલંકીનું વિવાદી નિવેદન

ભાજપને નિશાને લેવામાં જીભ લપસી- અમદાવાદના ધોળકામાં કોંગ્રેસનું સંમેલન યોજાયું હતું. જેમાં કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓએ ભાજપ પર પ્રહાર કરતા નિવેદનો કર્યા હતાં. પરંતુ આ તમામ વાતો વચ્ચે ભરતસિંહ સોલંકીની આ પ્રકારની વાતને તેમની જીભ લપસી ગઇ હોય તે રીતે સૌથી વિવાદિત નિવેદનબની રહ્યું છે. તેમણે કહ્યું કે ભાજપે રામના નામે છેતરી લોકોને કાઢ્યા છે.

આ પણ વાંચોઃBharatsinh Solanki Divorce Case : ભરતસિંહ સોલંકીએ છૂટાછેડા માટે બોરસદ કોર્ટમાં કરી અરજી

વિવાદિત નિવેદન આપતા ખળભળાટ - તેમણે કહ્યું કે રામના નામે રૂપિયા ઉઘારવાનારા લોકો રૂપિયા હવામાં ઉછાળી એવું કહેતા હતા કે જે રૂપિયા રામને રાખવા હોય તે રાખે બાકી આપણે રાખીએ. જે લોકો રામને છેતરી શકે છે તે આપણને કેમ ન છેતરી શકે? ભાજપે રામ મંદિરના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે. ભાજપે રામના નામે છેતરી કાઢ્યા છે. ભરતસિંહ સોલંકીએ ઓબીસી સંમેલનમાં આવા વિવાદિત નિવેદન આપતા ખળભળાટ મચ્યો છે.

આ પણ વાંચોઃGujarat Politics on Alcohol: શું કોંગ્રેસની સરકાર આવે તો દારૂબંધી હટશે? ભરતસિંહ સોલંકીનું નિવેદન જુઓ...

નિવેદન બાદ ભાજપે આક્રોશ વ્યક્ત કર્યો -ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ ગણાતા નેતા ભરતસિંહ સોલંકીએ ચૂંટણી નજીક છે ત્યારે રામ મંદિર મુદ્દે આવું વિવાદિત નિવેદન કર્યું છે. તેમના નિવેદન બાદ ગુજરાત ભાજપે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે ભરતસિંહના નિવેદનની ટીકા કરી છે. ભાજપે કહ્યું કે તેઓ વિરોધ પક્ષ તરીકે ભાજપનો વિરોધ કરે તે યોગ્ય છે, પરંતુ આજે તેમણે હલકાઈની હદ વટાવી છે.

Last Updated : May 24, 2022, 10:06 PM IST

ABOUT THE AUTHOR

...view details