ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપે 27 વર્ષથી ઓબીસી સમાજ સાથે અન્યાય જ કર્યો છેઃ ભરતસિંહ સોલંકી - Gujarat Government

ચૂંટણી નજીક આવતા કોંગ્રેસમાં જૂના અને સિનિયર કહેવાતા નેતાઓ સક્રિય થઈ ગયા છે. ખાસ કરીને સતત અને સખત વિવાદમાં રહેલા ભરતસિંહ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. એવો આક્ષેપ કર્યો હતો કે, ભાજપ પ્રજાને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી ભરતસિંહ સોલંકીનો વ્યક્તિગત વિવાદ બાજુએ રહેતા તેઓ સંપૂર્ણપણે રાજકીય લોબીમાં આવી ગયા છે. Ahmedabad Congress, Bharatsinh solanki target BJP, Gujarat Government, Gujarat Congress

ભાજપે 27 વર્ષથી ઓબીસી સમાજ સાથે અન્યાય જ કર્યો છેઃ ભરતસિંહ સોલંકી
ભાજપે 27 વર્ષથી ઓબીસી સમાજ સાથે અન્યાય જ કર્યો છેઃ ભરતસિંહ સોલંકી

By

Published : Sep 4, 2022, 10:02 PM IST

અમદાવાદઃકોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અનામતને લઈને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમને કહ્યું કે 27 વર્ષથી obc સમાજને હળહડતો અન્યાય થયો છે. obc માટે સબપ્લાન બનવો જોઈએ જેથી સમાજનો વિકાસ થાય. અમે હેપ્પીનેસ ઇન્ડેક્સને જીડીપી માટે મહત્વનું માનીએ છીએ. પ્રજાને ગેરમાર્ગે દોરવા માટે બીજેપી સમય પ્રમાણે ચૂંટણીલક્ષી જાહેરાતો કરે છે. આ ઉપરાંત જ્ઞાતિ આધારિત ગણતરી થાય એ બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જોગવાઈ થવી જોઈએ.

વિરોધી પાર્ટીઃભાજપ obc સમાજના લોકો માટે જોગવાઈ લાગુ કરે. ભાજપબક્ષીપંચ વિરોધી પાર્ટી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા અનામત કાઢી નાખવાની વાત થઈ છે. ભાજપ બંધારણીય અને સંસદના કાયદાને લઈને આગળ વધતી નથી. કોંગ્રેસે 1985માં 27 ટકા અનામતની જાહેરાત કરી હતી. આ ઉપરાંત કોરોનામાં ભાજપે ગભરાઈ જઈને આખું કેબિનેટ બદલ્યું છે. નવી સરકાર આવ્યા બાદ કોઈ એવા પગલાં કે રાહત આપવામાં નથી આવી. જે તે સમયે 149 બેઠકો વાળી સરકારને ઉથલાવી હતી. સરકારે નિગમો બનાવ્યા પણ ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. નિગમમાં માત્ર ગણતરીના લોકો હોય છે. સરકાર અમારી આવશે તો obcનો મુખ્ય ફાળો હશે. અમારી સરકાર આવશે તો બધાને એક સાથે રાખીને કામ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details