ગુજરાત

gujarat

ETV Bharat / state

BJP પ્રવકતા ભરત પંડ્યાએ રાહુલ ગાંધીની જાહેરાતને ગણાવી છેતરામણી

અમદાવાદઃ સોમવારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં રાહુલ ગાંધીએ માસ્ટરસ્ટ્રોક લગાવતા કહ્યું હતું કે, જો કોંગ્રેસની સરકાર આવશે તો ગરીબોના ખાતામાં 72,000 રૂપિયા જમા કરવામાં આવશે. રાહુલ ગાંધીની આ જાહેરાતને ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ છેતરામણી ગણાવી કોંગ્રેસ પર પ્રહાર કર્યા છે.

ફોટો

By

Published : Mar 25, 2019, 7:43 PM IST

ભરત પંડ્યાએ જણાવ્યું હતું કે, 'ગરીબી હટાવો'ના નારા સાથે કોંગ્રેસે દેશમાં 55 વર્ષ સુધી શાસન કર્યું હતું, ત્યારે કોંગ્રેસને ગરીબો યાદ ન આવ્યા. લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે રાહુલ ગાંધીને ગરીબો યાદ આવે છે અને છેતરામણી જાહેરાત કરવી પડી છે.

રાહુલ ગાંધીની જાહેરાત પર ભાજપ પ્રવક્તાની પ્રતિક્રિયા

સ્વ.રાજીવ ગાંધી પોતે વડાપ્રધાન હતાં ત્યારે તેઓ કહેતાં હતાં કે, હું એક રૂપિયો મોકલું છું અને 15 પૈસા નીચે સુધી પહોંચે છે. દર રૂપિયે 85 પૈસાનો ભ્રષ્ટાચાર કરનાર કોંગ્રેસે લાખો-કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર કર્યાં હોવાથી કોઈપણ પોતાની યોજના પૂર્ણ કરી શકી નથી. કોંગ્રેસ કર્ણાટક, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કેટલા ખેડૂતોનું કેટલાં રુપિયાનું દેવુ નાબૂદ કર્યુ તે અંગેના આંકડા જાહેર કરે.'

ભરત પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ માત્રને માત્ર વાયદાઓ કરે છે તે દેશની અને ગુજરાતની જનતા જાણી ચુકી છે.

ABOUT THE AUTHOR

...view details