ગુજરાત

gujarat

ETV Bharat / state

પબુભા મુદ્દે હાઈકોર્ટના ચૂકાદા પર ભરત પંડ્યાની પ્રતિક્રિયા, કહ્યું ટેકનીકલ કારણસર હાઈકોર્ટે આપ્યો ચૂકાદો

અમદાવાદ: ગુજરાતની 26 લોકસભાની બેઠકો માટે 23મી એપ્રિલે મતદાન થશે. ગુજરાત હાઇકોર્ટે એક મહત્વપુર્ણ ચુકાદો આપતા વિધાનસભાની દ્વારકા બેઠકને રદ્દ કરી નાખી છે. દ્વારકા વિધાનસભાની બેઠક પર ધારાસભ્ય પબુભા માણેકની જીત પર કોંગ્રેસના મેરામણ આહીરે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તે અરજીના ભાગરૂપે ગુજરાત હાઇકોર્ટે વિધાનસભા 2017ના ભાજપના ઉમેદવાર અને જીત મેળવનારા પબુભા માણેકને ધારાસભ્ય પદ પરથી દૂર કર્યા છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 12, 2019, 6:27 PM IST

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક મુદ્દે હાઈકોટના ચુકાદા પર ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પબુભાના ઉમેદવારી પત્રકમાં કોઈ ટેકનીકલ કારણસર ગુજરાત હાઈકોર્ટે ચૂકાદો આપ્યો છે. ચૂકાદાની નકલ મળ્યા બાદ અમે કાયદાકીય રીતે અભ્યાસ કરીને સુપ્રિમ કોર્ટમાં જઈશું.

પબુભા મુદ્દે હાઈકોર્ટના ચૂકાદા અંગે ભરત પંડ્યાની પ્રતિક્રિયા

ભરત પંડ્યાએ વધુમાં કહ્યું કે, પબુભા પર કોઈપણ પ્રકારની ગેરરીતિ કે આક્ષેપ નથી, ઉમેદવારી ફોમમાં ટેકનીકલ કારણ છે જેથી હાઈકોર્ટે ચૂકાદા આપ્યો છે, ત્યારે કોંગ્રેસ મહેરબાની કરીને કોઈ રાજકીય મૂલ્યાંકન ન કરે.

ABOUT THE AUTHOR

...view details