અમદાવાદરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) ભાજપે 156 બેઠક સાથે ભવ્ય જીત મેળવી છે. ત્યારે હવે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Gujarat CM Bhupendra Patel Cabinet) સહિત નવું પ્રધાન મંડળ આજે શપથ ગ્રહણ કરશે. તો આ નવા પ્રધાન મંડળમાં (Gujarat CM Bhupendra Patel Cabinet) એક માત્ર મહિલા પ્રધાન ભાનુબેન બાબરિયાને (Bhanuben Babariya BJP MLA) સમાવવામાં આવ્યા છે. તેઓ રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય છે.
ભાનુબેનને 1.19 લાખ મત મળ્યા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય ભાનુબેન બાબરિયાને (Bhanuben Babariya BJP MLA) આ વખતે 1,19,695 મત મળ્યા હતા. જ્યારે કૉંગ્રેસના સુરેશ બથવારે 29,175 અને આમ આદમી પાર્ટીના વશરામ સાગઠિયાને 71,201 મત મળ્યા હતા.
વર્ષ 2012ની ચૂંટણીમાં ભાનુબેનનો થયો હતો વિજયવર્ષ 2012ની ચૂંટણીમાં (Gujarat Election 2022) ભાજપના ભાનુબેન બાબરીયાએ (Bhanuben Babariya BJP MLA) 9,000 મતથી કૉંગ્રેસના લાખાભાઈને હરાવ્યા હતા. જ્યારે વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના લાખાભાઈ સાગઠિયાનો કૉંગ્રેસના વશરામભાઈ સાગઠિયા સામે 3,000 કરતા પણ ઓછી સરસાઈથી વિજય થયો હતો. તેઓ આ બેઠક પરથી ત્રીજી વખત એટલે કે 2007, 2012 અને હવે વર્ષ 2022માં જંગી લીડથી જીત મેળવી ધારાસભ્ય બન્યાં છે.
ફરી મળી ટિકીટ રાજકોટના ગ્રામ્યની વિધાનસભા બેઠક (Rajkot Rural Assembly Seat) પર ભાજપે પૂર્વ ધારાસભ્ય તથા રાજકોટના વોર્ડ નંબર 1નાં કોર્પોરેટર રહી ચૂકેલાં ભાનુબેન બાબરિયાને (Bhanuben Babariya BJP MLA) ફરી ટિકીટ આપી હતી. શિડ્યુલ કાસ્ટ માટેની આ અનામત બેઠકમાં (Rajkot Rural Assembly Seat) ગત ચૂંટણીમાં (Gujarat Election 2022) કૉંગ્રેસમાંથી આવેલા લાખાભાઈ સાગઠિયાને ભાજપે ટિકિટ આપી હતી. રાજકોટ ગ્રામ્યની બેઠક પર અગાઉ ભાનુબેનના સસરા માધુભાઈ બાબરિયા વર્ષ 1998માં વિજેતા બન્યા હતા. ત્યારે આ વખતે ફરી બાબરિયા પરિવારને જ ટિકીટ આપવામાં આવી હતી.
ફરી ધારાસભ્ય બન્યાં ભાનુબેન બાબરિયાએ 2007 અને 2012માં આ બેઠક જીતી હતી, પરંતુ 2017માં લાખાભાઈ સાગઠિયાને આ બેઠકની ટિકિટ અપાઈ હતી અને ભાનુબેન (Bhanuben Babariya BJP MLA) રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના (Rajkot Municipal Corporation) વોર્ડ નં. 1નાં કોર્પોરેટર બન્યાં હતાં. ફરી એક વખત ભાનુબેન બાબરિયાને ટિકિટ મળી અને જંગી લીડથી ચૂંટાઇ ધારાસભ્ય બન્યાં છે.