અમદાવાદ : સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના વિભાગ 9 એટલે કે મણીનગર સીટીએમ બાગે ફિરદોશ વગેરે વિસ્તારને આવરી લેતા વિભાગના ભૂદેવો દ્વારા મણિનગરના મણિયાસર સોસાયટીના રંગમણી સોસાયટીમાં મણીનગરના પ્રમુખ જયંત રાવલની સોસાયટીમાં શંકર ભગવાનના ભજનનો અને ભગવાનની સ્તુતિનો પ્રોગ્રામ એટલે કે ભજન સંધ્યા રાખવામાં આવી હતી.
સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજાયો - ભજન સંધ્યાના કાર્યક્રમ અમદાવાદ
મહાશિવરાત્રીનો પવિત્ર તહેવાર નિમિતે ઠેર-ઠેર મંદિરમાં તેમજ શેરીઓમાં ભગવાન ભોળાનાથના ભજન,કીર્તન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભક્તો દ્વારા અવનવી રીતે ભગવાન શંકરને રીઝવવાનો અમૂલ્ય લહાવો ભક્તોએ ઝડપી લીધો હતો.

સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વિભાગ 9 ના ઉપક્રમે આયોજન કરવામાં આવેલા ભજન સંધ્યાના કાર્યક્રમમાં ધારાસભ્ય તેમજ મ્યુનિસિપલ કાઉન્સિલર કોર્પોરેટરો અને સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના રાજ્યકક્ષાના તેમજ જિલ્લા કક્ષાના પ્રમુખો, ઉપપ્રમુખ અને સમગ્ર બ્રહ્મ બંધુઓ દ્વારા આ કાર્યક્રમને ઉજવણી કરવામાં આવી હતી.
ભજન સંધ્યાના કાર્યક્રમ બાદ ફળાહાર તેમજ પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભજન સંધ્યામાં એક બાર શ્રી ભોલે ભંડારી બન કર બ્રિજ કી નારીના ભજનમાં ભાવિક ભક્તો ઝુમી ઉઠ્યા હતા. તેમજ રાસ લઇને ભક્તિ ભાવપૂર્વક ભગવાન ભોળાનાથને રિઝવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.