અમદાવાદઃશહેરની નગરદેવીનું નામ કોર્પોરેશની વેબસાઈટ (Website of Ahmedabad Corporation ) પર ગાયબ થતાં અનેક સવાલ ઉભા થયા છે. અમદાવાદના લાલદરવાજા વિસ્તારમાં આવેલ ઐતિહાસિકઅને અમદાવાદ શહેરની દેવી ભદ્રકાળી મંદિરનું (Bhadrakali Mandir Ahmedabad)નામ હટાવતા અનેક સવાલો તંત્ર સામે ઊભા થયા છે.
ભદ્રકાળી મંદીરનું નામ કૉર્પોરેશન વેબસાઈટ પરથી ગાયબ
અમદાવાદની નગરની દેવી ભદ્રકાળી માતાજીનું મંદીરનું નામ અમદાવાદ કૉર્પોરેશન(Ahmedabad Municipal Corporation ) વેબસાઈટ પરથી ન નીકળતા તંત્ર સામે અનેક સવાલ ઉભા થયા છે. અમદાવાદ વેબસાઈટ પર હાલમાં વૈષ્ણોદેવી મંદિર, ઝૂલતા મિનાર, સીદી સૈયદની જાળી, ઇસ્કોન મંદિર, કાલૂપુર સ્વામિનારાયણ મંદિર જેવા અનેક જગ્યાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે નવાઈની વાત એ છે કે ગાંધીનગરમાં આવેલ અક્ષરધામનું પણ નામ કોર્પોરેશનની વેબસાઈટ પર છે. પણ નગરની દેવી નામ ન આવતાં ચારેબાજુ ચકચાર જોવા મળી રહ્યો છે.નવા વર્ષની શરૂઆતમાં પણ મુખ્યપ્રધાન, ધારાસભ્ય, મેયર સહિતના લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. ચૂંટણી જીત બાદ પણ નેતા અહીંયા દર્શન કરવા આવતા જોવા મળી આવે છે.