ગુજરાત

gujarat

ETV Bharat / state

સાવધાન ગરીબ કલ્યાણ યોજનાના નામે સાઇબર ગઠિયાઓ બારોબાર સહાય ઉપાડી રહ્યા છે - cyber crime news

અમદાવાદ શહેરના જાગૃત નાગરિક તરીકે એક સિનિયર સિટિઝન મહિલાએ માધુપુરા પોલીસને જાણ કરી છે કે, ગરીબ કલ્યાણ યોજનાના નામે સાઇબર ગઠિયાઓ બારોબાર સહાય ઉપાડી રહ્યા છે. જેને લઈ માધુપુરા પોલીસ અને સાયબર ક્રાઇમ સતર્ક થયું છે.

સાયબર ક્રાઇમ
સાયબર ક્રાઇમ

By

Published : Jul 16, 2020, 1:46 AM IST

અમદાવાદઃ દેશમાં કોરોના મહામારીના કારણ પહેલાથી જ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ફટકો પડયો છે. તેવામાં સહાયના નામે ડમી એકાઉન્ટ ખોલીને કૌભાંડ આચરવાનું નેટવર્ક લોકડાઉન બાદ સક્રિય થયું હોવાની શંકાને પગલે માધવપુરા પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાઈ છે.

મૂળ અમદાવાદનાં અને લોકડાઉન દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રહેતા સિનિયર સિટિઝન મહિલાની જાણ બહાર બેન્કમાં ખાતું ખુલ્યું અને સહાયની રકમ જમા થયા બાદ ઉપડી પણ ગઈ હતી. આ કૌભાંડ પાછળ કોઈ નેટવર્ક છે કે, કેમ તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે.

અમદાવાદના જાગૃત નાગરિક તરીકે એક સિનિયર સિટિઝન મહિલાએ માધુપુરા પોલીસને જાણ કરી છે કે, ગરીબ કલ્યાણ યોજનાના નામે સાઇબર ગઠિયાઓ બારોબાર સહાય ઉપાડી રહ્યા છે. કેમ કે, ફરિયાદીના હાથમાં સહાયના એક હજાર રૂપિયા આવ્યા ન હતા અને તેમની જાણ બહાર રાજસ્થાનમાં તેમના નામનું બેન્ક અકાઉન્ટ ખુલ્યું અને સહાયની રકમ બારોબાર ઉપડી ગઈ હતી.

સાઈબર સેલ અમદાવાદ સિટી

લોકડાઉન દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ગરીબ લોકોને સહાય માટે એક હજાર રૂપિયા બેંક અકાઉન્ટમાં આપવા માટે ગરીબ કલ્યાણ યોજના બનાવવામાં આવી અને આ યોજનાનો લાભ ખરેખર જરૂરિયાતમંદો સુધી પહોંચે તે જરૂરી હતું. માટે રાશન કાર્ડ સહિતના તમામ દસ્તાવેજો અગાઉ ચકાસણી પણ કરવામાં આવી. આ દરમિયાન માધુપુરાના એક સિનિયર સિટિઝન સહાયની જરૂરિયાત નહીં હોવાનું લેખિતમાં આપ્યું હતું. તેમ છતાં પણ એકાદ મહિના બાદ મોબાઈલમાં મેસેજ આવ્યો કે, ગરીબ કલ્યાણ યોજનાના સહાય પેટે તમારા ખાતામાં એક હજાર રૂપિયા જમા કરવામાં આવ્યા છે. જે બાદ મહિલાએ આ અંગે દીકરાને વાત કરી હતી. તેમનો પુત્ર ભાવિનસિંહ રાઠોડ એક રાજકીય પાર્ટીના કાર્યકર્તા હોય આ યોજનામાં શંકાસ્પદ કૌભાંડની ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું.

ભાવિનસિંહ રાઠોડે કહ્યું કે, લોકડાઉન દરમિયાન માતા ઓસ્ટ્રેલિયામાં અટવાયા હતા, પરંતુ મોબાઇલમાં એક હજાર રૂપિયા સહાય પેટે જમા થયા હોવાની જાણ થતા કૌભાંડની શક્યતા જણાઈ હતી, જે બાબતે પોલીસમાં અરજી કરી છે. જો કે, પરિવારની વાત માનીએ તો પુરવઠા વિભાગના અધિકારીઓ સર્વે માટે ફ્લેટમાં અનેક જગ્યાએથી દસ્તાવેજો લઈ ગયા હતા અને સહાયની જરૂરિયાત છે કે, કેમ તે બાબતે સર્વે પણ કર્યો હતો. પરંતુ અન્ય જરૂરિયાતમંદોને સહાયના રૂપિયા હજૂ સુધી નથી મળ્યા, ત્યારે આ સુખી કુટુંબના ખાતામાં એક હજાર રૂપિયા જમા કેવી રીતે થયા? કોણ તેનો લાભ મેળવી ગયું? વગેરે તપાસનો વિષય બન્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને પગલે સતર્કતા દાખવી પરિવારે પોલીસને જાણ કરી છે. હવે સવાલ એ થાય છે કે, સાઇબર ગઠિયાઓ આવા બોગસ દસ્તાવેજોના આધારે અન્ય કેટલા ગરીબોની સહાય રકમ ચાંઉ કરી ગયા હશે? હાલ પોલીસે પણ આ બાબતે તપાસ શરૂ કરી છે, ત્યારે તપાસના અંતે શું ખુલાસો થાય છે તે જોવાનું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details