ગુજરાત

gujarat

ETV Bharat / state

Beware of usurer: વધુ એક વ્યાજખોરની ધરપકડ, ફરિયાદી પાસે 25 હજારની સામે પડાવ્યા 2 લાખ - 2 lakhs was recovered from the complainant

ઇસનપુર પોલીસે વ્યાજખોરી કરતા એક શખ્સની ધરપકડ કરી છે. ગેરકાયદે વ્યાજ વટાવનો વ્યવસાય કરતા મનોજ ભરવાડ પાસે શરાફી પેઢી કે નાણા ધીરનાર તરીકેનું લાયસન્સ ન હોવા છતાં પણ ઊંચા વ્યાજે પૈસા આપી લાખો રૂપિયા પેનલ્ટી અને વ્યાજના નામે પડાવતો હતો.

Beware of usurer
Beware of usurer

By

Published : Jan 20, 2023, 1:07 PM IST

વધુ એક વ્યાજખોરની ધરપકડ

અમદાવાદ:સમગ્ર રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વ્યાજખોરો સામે આક્રમક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ઊંચા વ્યાજે પૈસા આપી લાખો રૂપિયા પેનલ્ટી અને વ્યાજના નામે લૂંટતા આરોપી સામે કેસ નોંધાયો છે. આ અંગે ઈસનપુર પોલીસ સ્ટેશનના PI ડી.ડી ગોહિલે જણાવ્યું હતું કે આ મામલે નોંધાયેલી ફરિયાદના આધારે આરોપીની પૂછપરછ હાથ ધરાઈ છે.

ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ:ઇસનપુરના એક ફરિયાદીએ પોતાની જરૂરિયાત માટે એકાદ વર્ષ અગાઉ લીધેલા 25,000 રૂપિયાના બદલામાં દોઢથી બે લાખ રૂપિયા આપ્યા હોવા છતાં વ્યાજખોર મનોજ ભરવાડે અવારનવાર પૈસાની માંગણી કરી ફરિયાદીને ત્રાસ આપતો હતો. જેને લઈ ફરિયાદીએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદી પાસે 25 હજારની સામે પડાવ્યા 2 લાખ

ઇસનપુર પોલીસે આરોપીની કરી ધરપકડ:આરોપી મનોજ ભરવાડને પોતાની વિરુદ્ધ થયેલી ફરિયાદ અંગે જાણ થતા પોલીસથી બચવા સારું જાતે પોલીસ સમક્ષ હાજર થતા ઇસનપુર પોલીસે ધરપકડ કરી હતી અને વધુ પૂછપરછ હાથ ધરી છે. પ્રાથમિક વિગતો અનુસાર આરોપી મનોજ ભરવાડ છેલ્લા ઘણા સમયથી 10% કરતાં વધુ વ્યાજ અને પેનલ્ટી પેટે પૈસાની વસૂલાત કરતા અને કોઈ પૈસા ન ચૂકવી શકે તો બદલામાં પેનલ્ટી અને ઊંચું વ્યાજ પણ વસૂલતો હતો.

આ પણ વાંચોભરૂચ પોલીસમાં જાસૂસી કાંડ બહાર આવ્યું.ભરૂચ LCB ના બે કોન્સ્ટેબલ સ્ટેટ મોનીટરીંગ સેલના 15 પોલીસ અધિકારીના લોકેશન બુટલેગરોને વેચતા.

અમદાવાદમાં વ્યાજખોરોનો ત્રાસ વધ્યો: ગોમતીપુરના યુવકની માતાની બીમારીનો ઈલાજ કરવા અર્થે બહેરામપુરાના વ્યાજખોર પાસેથી 1 લાખ પાંચ ટકાના વ્યાજે લીધા હતા. જેના બદલામાં વ્યાજખોરો બેંકનું એટીએમ, પાસબુક, ચેક બુક મેળવી લીધી હતી. બાદમાં છેલ્લા ચાર વર્ષથી યુવકનો જે પણ પગાર આવે તે બારોબાર વ્યાજખોર મેળવી લેતો હતો. ચાર વર્ષમાં 4.50 લાખથી વધારે રૂપિયા મેળવ્યા છતાં પણ વધુ પૈસાની માંગણી કરીને ત્રાસ આપતો હતો.

આ પણ વાંચોAhmedabad Crime : વેપારીઓ સાથે કરોડોની ઠગાઈ આચરનાર બાપ દીકરાને પકડ્યા

વ્યાજખોરો સામે સરકારની ઝુંબેશ:ગુજરાત પોલીસે દરેક મોટાં શહેર અને જિલ્લા - તાલુકા મથકોમાં લોક દરબાર યોજી કરજદારોને વ્યાજખોરોની કનડગત સામે ફરિયાદ નોંધાવવા માટે આહવાન કરતા બે સપ્તાહમાં જ 500થી વધુ વ્યાજખોરો સામે ફરિયાદ થઈ છે. જ્યારે 643 લોકો સામે ગુના દાખલ થયા છે અને 468થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. મોટાભાગની ફરિયાદોમાં જણાયું હતું કે કરજદારે નક્કી થયા મુજબ ઊંચું વ્યાજ અને મુદ્દલ રકમ ચૂકવી દીધા પછી પણ વ્યાજખોરોએ ઉઘરાણી ચાલુ રાખી હતી. આવા કેટલાક કિસ્સામાં પીડિતોએ આપઘાત કર્યા હોવાની, ક્યાંક કરજદારોની પત્નીઓનો ઉપભોગ કર્યો હોવાની કે તેમની માલમિલકત પડાવી લેવાની વરવી વાસ્તવિકતા સામે આવી છે.

ABOUT THE AUTHOR

...view details