અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં વેપારીઓને સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવીને હની ટ્રેપમાં ફસાવીને લાખો કરોડો રૂપિયા પડાવવાની અનેક ફરિયાદો સામે આવી છે. પરંતુ હજુ પણ અનેક એવા વેપારીઓ છે કે જેઓ આવી ગેંગના ભોગ બન્યા હોવા છતાં પણ સમાજની શરમે અથવા તો પરિવારને જાણ થઈ જશે તેવી બીકે પોલીસની સમક્ષ આવી શકતા નથી અને ગઠિયાઓ આ જ બાબતનો લાભ લઈને અન્ય વેપારીઓ સાથે ઠગાઈ કરતા રહે છે. આ પ્રકારના કૃત્યને અટકાવવા માટે ફરિયાદી અથવા તો ભોગ બનનારે પોલીસનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે, જેથી અન્ય કોઈપણ વેપારી આવા ઠગ બાજુનો ઠગાઈનો ભોગ ન બને.
હની ટ્રેપથી બચવા શુ કરવું?:ટેકનોલોજીના યુગમાં કોઈપણ પુરુષને હની ટ્રેપમાં ફસાવવા માટે આરોપીઓ સોશિયલ મીડિયા જેમાં ફેસબુક, વ્હોટ્સએપ અથવા તો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરતા હોય છે અને જે માધ્યમ થકી અલગ અલગ યુવકો અથવા તો વેપારીઓને ટાર્ગેટ બનાવીને ફ્રેન્ડ રિક્વેસ્ટ અથવા તો મેસેજ મોકલવામાં આવે છે. જે મેસેજ જોઈને કોઈપણ પુરુષ લલચાઈ જાય તો તે આ બાબતનો ભોગ બને છે. જો તમારે આ હનીટ્રેપથી બચવું હોય તો તમારા સોશિયલ મીડિયા અને
અજાણી યુવતીનો મેસેજ અથવા તો રિક્વેસ્ટ આવે તો કરો બ્લોક:જો તમે ફ્લાઈટમાં બસમાં અથવા તો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરતા હોવ અને તે સમયે કોઈ પણ યુવતી તમને સામેથી બોલાવે અને વાતચીત કરવાનો પ્રયાસ કરે તો પણ તે બાબતે લલચાવુ ન જોઈએ. કારણ કે આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં આ પ્રકારે પરિચય કેળવીને જગ્યાએ લઈ જઈને જે તે વ્યક્તિના પાસેથી બ્લેકમેલ કરીને પૈસા પડાવવામાં આવ્યા હોય. જો તમે તમારું વાહન લઈને કોઈ જગ્યાએ મુસાફરી કરી રહ્યા હોવ અને કોઈપણ યુવતી તમને મળીને ચા પીવાની અથવા તો કોફી પીવાની ઓફર આપે તો તેને સ્વીકારવી ન જોઈએ, કારણકે આ પ્રકારે જ કોઈપણ પુરુષને હની ટ્રેપમાં ફસાવવાની શરૂઆત કરવામાં આવતી હોય છે. અને જો આવા કેસમાં વેપારી ન ફસાય તો તેને બળાત્કારના કેસમાં અથવા તો છેડતીના કેસમાં જેલ હવાલે કરવાની ધમકીઓ આપીને પૈસા પડાવવામાં આવે છે.